Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ચીનને જવાબ આપવા હસીમાંરામાં રાફેલ યુદ્ધ વિમાનની બીજી સ્ક્વોડ્રન તૈનાત કરાઈ

રાફેલ યુદ્ધ વિમાનોને પાણીથી સલામી આપવામાં આવી.

નવી દિલ્હી :  સરહદ પારથી ચીન તરફથી મળી રહેલા પડકારોને પહોંચી વળવા માટે ભારતીય સેનાએ મહત્વનું પગલું ઊઠાવ્યું છે. પશ્ચિમ બંગાળના હાસીમારામાં આવેલા ઈસ્ટર્ન એર કમાન્ડમાં સત્તાવાર રીતે રાફેલ યુદ્ધ વિમાનની બીજી સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવી છે.

 વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ. ભદૌરિયાની આગેવાનીમાં બુધવારના હાસીમારામાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ. આ દરમિયાન રાફેલ યુદ્ધ વિમાનોને પાણીથી સલામી આપવામાં આવી.

(12:33 pm IST)