Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

૧૦,૦૦૦ કિલો વાળની ચોરી : ૫૦૦૦માં વેચાય છે ૧ કિલો વાળ

ઇંદૌરથી કલકત્તા મોકલવામાં આવતા વાળની ચોરી : ટ્રેનમાંથી વાળની ચોરી થવી એક ચોંકાવનારી ઘટના

ઇન્દોર તા. ૨૯ : ઈંદૌરથી હાવડા જઈ રહેલી ટ્રેનમાંથી વાળની ચોરી થવી એક ચોંકાવનારી ઘટના છે. જોકે ચોરીના આ મામલામાં અત્યાર સુધી કોઈ એફઆઈઆર દાખલ નથી થઈ. પરંતુ ચોરી થયેલા આ વાળની કિંમત ૬૦ લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. જાણકારી અનુસાપ ઈંદૌરના હાવડા જતી ટ્રેનથી ૧૦ કિવન્ટલથી પણ વધુ વાળની ચોરી થઈ છે. ચોરીના આ મામલામાં મહારાષ્ટ્રના ફેરી વાળા FIR દાખલ કરવા માટે સતત RPFના ચક્કર કાપી રહ્યા છે.

ફેરીયાવાળાએ જણાવ્યું કે એક કિલો વાળ ૫ હજાર રૂપિયા સુધી વેચવામાં આવે છે અને વાળ ભેગા કરવા માટે શેરીએ શેરીએ ફરે છે. વાળને ખરીદવાની શરત એ હોય છે કે વાળ કાપેલા નહીં ખરેલા હોવા જોઈએ અને તે પણ મહિલાઓના જ હોવા જોઈએ. એટલે દરેક વાળની લંબાઈ ઓછાનાં ઓછી ૮ ઈંચ હોવી જોઈએ. તેનું કારણ છે કે આ વાળમાંથી વિગ બનાવવામાં આવે છે. કલકત્તાથી ૯૦% વાળ વિગ બનાવવા માટે ચીન મોકલવામાં આવે છે અને ૧૦% વાળ વિગ બનાવવા માટે કલકત્તા મોકલવામાં આવે છે.

ફેરી કરતા સુનીલે એક સમાચાર પત્રને જણાવ્યું કે, 'મહારાષ્ટ્રના ૧૫૦ લોકો ઈંદૌર સહિત આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને વાળ ભેગા કરે છે અને ૧૦ ગ્રામ વાળ ૨૦ રૂપિયા સુધીમાં ખરીદે છે. ૬ જુલાઈ ૨૦૨૧એ ઈંદૌર રેલવે સ્ટેશનથી કલકત્તા-હાવડા માટે ૨૨ બોરી વાળ બુક કરાવ્યા હતા. જેમાં બિલ્ટી નંબર ૬૩૪૯૮ હતો. તેમાં નક્કી સમય પર ફકત ૩ બોરી જ હાવડા પહોંચી. જયારે વાળથી ભરેલી ૧૯ બોરી ચોરી થઈ ગઈ.'

ત્યાર બાદ ફેરીયાવાળીઓ હવે ઈંદૌરમાં FIR નોંધાવવા પહોંચ્યા તો પોલીસે કેસ દાખલ કરવાનો ઈનકાર કરી દીધી અને કહ્યું કે તમની પાસે જે બિલ્ટી છે તેમા નકલી વાળનો ઉલ્લેખ છે અને કિંમત પણ ઓછી લખવામાં આવી છે. આ કારણે FIR દાખલ કરવામાં નથી આવી. ત્યાં જ ઈંદૌર RPFના પ્રભારી હરીશ કુમારનું કહેવું છે કે અમારે કોલકતાના હાવડા પાર્સલ વિભાગનો સંપર્ક કર્યો છે અને જો અમે હાવડામાં વાળની બોરિયો જો ન મળી તો કેસ દાખલ કરવામાં આવશે.

ફેરીયાવાળાનું કહેવું છે કે અમે ઘણા વર્ષોથી વાળ હાવડા મોકલવાનું કામ કરી રહ્યા છીએ. પરંતુ આ વખતે રેલવેના પાર્સલ વિભાગની બેદરકારીના કારણે અમારા એક વર્ષની કમાણી પર પાણી ફરી ગયું છે અને પોલીસ પણ અમારી મદદ નથી કરી રહી.

(11:37 am IST)