Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મેન્સ હોકીમાં ભારતનો ધરખમ વિજયઃ કવાર્ટર ફાઈનલમાં એન્ટ્રી

ભારતને મળેલા ૮ પેનલ્ટી કોર્નરમાંથી બે ગોલ ફટકાર્યાઃ હરમનપ્રિત સિંહે લીડ અપાવી : ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલીસ્ટ આર્જેન્ટીનાની ટીમને ૩-૧ થી પછાડયું: કાલે ૩૦મીએ જાપાન સામે મુકાબલો

ટોક્યોઃ ભારતીય પુરુષ હોકી ટીમ એ ઓલમ્પિકની કવાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે પોતાની ચોથી મેચમાં ૨૦૧૬ રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિનાની ટીમને ૩-૧થી મ્હાત આપી. ટીમની આ ચાર મેચોમાંથી ત્રીજી જીત છે. ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેર્ન્ટિનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને માત્ર ઓસ્ટ્રેલિયાથી હાર મળી હતી.  ટીમ ગ્રુપ-એની પોતાની અંતિમ મેચમાં ૩૦ જુલાઈએ મેજબાન જાપાન સામે ટકરાશે.

મેચમાં ભારત અને આર્જેન્ટિના બંનેએ સારી શરૂઆત કરી હતી. પહેલા કવાર્ટરમાં કોઈ ટીમ ગોલ ન કરી શકી. બીજા કવાર્ટરમાં પણ કોઈ ગોલ ન થયો. હાફ ટાઇમ સુધી સ્કોર ૦-૦થી બરાબર હતો. બંને ટીમો પહેલી ૩૦ મિનિટમાં પેનલ્ટી કોર્નર પ્રાપ્ત ન કરી શકી. ૪૩મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર વરુણ કુમારે ગોલ કરીને ભારતને ૧-૦થી સરસાઈ અપાવી.

આર્જેન્ટિનાએ ચોથા કવાર્ટરમાં વાપસી કરી હતી. ૪૮મી મિનિટમાં મૈકો સ્કૂથે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર ૧-૧થી બરાબર કરી દીધો હતી. ત્યારબાદ બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી. ૫૮મી મિનિટમાં ભારત તરફથી વિવેક સાગરે ગોલ કરીને ટીમને ૨-૧થી સરસાઈ અપાવી દીધી. બાદમાં ૫૯મી મિનિટમાં હરમનપ્રિત સિંહે કોર્નર પર ગોલ કરીને ટીમને ૩-૧થી મોટી સરસાઈ અપાવી. ભારતને કુલ ૮ કોર્નર મળ્યા અને બેમાં ભારતે ગોલ

આર્જેન્ટિનાએ ચોથા કવાર્ટરમાં વાપસી કરી. ૪૮મી મિનિટમાં મૈકો સ્કૂથે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર ૧-૧થી બરાબર કરી દીધો. ત્યારબાદ બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી. ૫૮મી મિનિટમાં ભારત તરફથી વિવેક સાગરે ગોલ કરીને ટીમને ૨-૧થી સરસાઈ અપાવી દીધી. બાદમાં ૫૯મી મિનિટમાં હરમનપ્રિત સિંહે કોર્નર પર ગોલ કરીને ટીમને ૩-૧થી મોટી સરસાઈ અપાવી. ભારતને કુલ ૮ કોર્નર મળ્યા અને બેમાં ભારતે ગોલ કર્યા.

(11:34 am IST)