Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોદીના 'અચ્છે દિન' સામે મમતાના 'સચ્ચે દિન'

૨૦૨૪માં જોરદાર ટક્કર આપવાની તૈયારી

નવી દિલ્હી, તા.૨૯: વિપક્ષી નેતાઓને એક જૂથ કરવાના પ્રયાસ માટે દિલ્હી પહોંચેલા મમતા બેનર્જીએ કહયું કે ભાજપા મજબૂત હોઇ શકે પણ વિપક્ષ પણ હવે કમજોર નથી અને ૨૦૨૪ની સામાન્ય ચુંટણીમાં એક આશા છે. તેમણે કહયું, 'આપણે અચ્છે દિન' જોઇ લીધા હવે 'સચ્ચે દિન' જોવા ઇચ્છીએ છીએ. અમને દેશના લોકો પર વિશ્વાસ છે. જે લોકો પહેલા તેમને (ભાજપા) ટેકો આપતા હતા, કદાચ હવે નહીં આપે.'

અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા પણ મમતાએ વિપક્ષને એક પ્લેટફોર્મ પર લાવવા અને એક જૂથ કરવા ઘણી મહેનત કરી હતી પણ તેમને સફળતા નહોતી મળી. આ નિષ્ફળતા અંગે સવાલ પૂછતા મમતાએ કહયું, હવે પરિસ્થિતીઓ બહુ બદલાઇ ગઇ છે. તમે જાણો છો ૨૦૧૯માં મોદીની લોકપ્રિયતા કેટલી હતી. પણ હવે જો સર્વે કરવામાં આવે તો સાચી પરિસ્થિતી ખબર પડી જશે.' તેમણે કહયું કે હવે 'હોય ૨૪' બહુ અઘરો ટાર્ગેટ નથી.

(10:16 am IST)