Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મીરાબાઈની જેમ કૃષ્ણ ભકિત કરવા માંગે છે આ IPS અધિકારી : સ્વૈચ્છિક નિવૃ્ત‌િ માંગી

હજી તો ૧૦ વર્ષનો કાર્યકાળ બાકી છે : નોકરી છોડવા માંગે છે હરિયાણાના આ પોલીસ અધિકારી

નવી દિલ્હી,તા. ૨૯:  નવી દિલ્હીથી અટારી જઈ રહેલી સમજૌતા એકસપ્રેસમાં ૧૮ ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ એક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કેસની તપાસમાં હરિયાણા કેડરના આઈપીએસ ભારતી અરોરાની મોટી ભૂમિકા છે.

 તે સમયે તેઓ હરિયાણાના રાજકીય રેલવે પોલીસમાં એસપી હતા. અંબાલા રેન્જના આઈજી ભારતી અરોરા હવે બાકીનું જીવન કૃષ્ણ ભકિતમાં પસાર કરવા માંગે છે. તેમણે હરિયાણા સરકારને સ્વૈચ્છિક સેવાનિવૃતત્ત્િ। વીઆરએસ માટે અરજી કરી છે.

૫૦ વર્ષીય ભારતી અરોરા હરિયાણાના પહેલા મહિલા પોલીસ અધિકારી છે જેમણે વીઆરએસ માટે અરજી આપી છે. તેમણે સરકારને ત્રણ મહિનાના નોટિસ પીરિયડમાં પણ છૂટ આપવાનો આગ્રહ કર્યો છે. તેમની અરજી પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર વરિષ્ઠ પોલીસ અધિકારી તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારતી અરોરા ૨૦૩૧માં નિવૃત્ત્। થવાના છે પરંતુ તેઓ દસ વર્ષ પહેલા વીઆરએસ લેવા માંગે છે. તેમણે ૨૪ જુલાઈના રોજ ડીજીપીને પત્ર લખ્યો હતો. તેમનું કહેવું છે કે પોલીસ સેવા તેમના માટે ગર્વની વાત છે. પરંતુ હવે આગળનું જીવન ધાર્મિક રીતે પસાર કરવા માંગે છે. તે ચૈતન્ય મહાપ્રભુ, કબીરદાર અને મીરાબાઈની જેમ પ્રભુ શ્રીકૃષ્ણની સાધના કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે તેમના લગ્ન હરિયાણા કેડરના જ આઈપીએસ વિકાસ અરોરા સાથે થયા છે. 

(10:35 am IST)