Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

હર્ડ ઈમ્યુનિટી તરફ વધી રહ્યો છે દેશ? ૧૧ રાજયોની બે તૃતિયાંશ વસ્તીમાં મળી એન્ટીબોડી

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી ૧૪ જૂનથી ૬ જુલાઈ વચ્ચે કરાયો હતો સીરો સર્વે : મધ્ય પ્રદેશ ૭૯ ટકા 'સીરોપ્રીવલેન્સ'ની સાથે લિસ્ટમા સૌથી ઉપર છે, જયારે કેરળ સૌથી નીચે છે : સીરો પ્રીવલેન્સનો અર્થ છે કે, એટલા ટકા વસ્તીમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી વિકસિત છે

નવી દિલ્હી,તા.૨૯: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી ૧૪ જૂનથી ૬ જુલાઈ વચ્ચે કરાયેલા એક સીરો સર્વેના પરિણામો મુજબ, ૧૧ રાજયોમાં ઓછામાં ઓછા બે તૃતિયાંશ વસ્તીમાં કોરોના સામે એન્ટીબોડી જણાઈ છે. સામાન્ય રીતે કોઈ વાયરસ સામે જો બે તૃતિયાંશ વસ્તીમાં ઈમ્યુનિટી વિકસિત થઈ જાય છે તો તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે અને એ સ્ટેજ પર વાયરસ પોતાની અસર ગુમાવી દે છે. જો કોરોના વાયરસ વિશે પણ આ વાત સાચી સાબિત થઈ તો આ સીરો સર્વેના પરિણામ ખુશખબર હોઈ શકે છે કે ૧૧ રાજયોમાં હર્ડ ઈમ્યુનિટી જેવી સ્થિતિ આવી શકે છે.

મધ્ય પ્રદેશ ૭૯ ટકા 'સીરોપ્રીવલેન્સ'ની સાથે લિસ્ટમાં સૌથી ઉપર છે, જયારે કેરળ સૌથી નીચે છે. આસામામાં આ આંકડો ૫૦.૩૩ ટકા અને મહારાષ્ટ્રમાં ૫૮ ટકા છે.

ભારતના ૭૦ જિલ્લામાં આઈસીએમઆર તરફથી કરાયેલા રાષ્ટ્રીય સીરો સર્વેના ચૌથા તબક્કાના પરિણામોને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જાહેર કર્યા.. સર્વેમાં સામેલ થયેલી વસ્તીમાં 'સીરોપ્રીવલેન્સ' રાજસ્થાનમાં ૭૬.૨ ટકા, બિહારમાં ૭૫.૯ ટકા, ગુજરાતમાં ૭૫.૩ ટકા, છત્ત્।ીસગઢમાં ૭૪.૬ ટકા, ઉત્ત્।રાખંડમાં ૭૩.૧ ટકા, ઉત્ત્।ર પ્રદેશમાં ૭૧ ટકા, આંધ્ર પ્રદેશમાં ૭૦.૨ ટકા, કર્ણાટકમાં ૬૯.૮ ટકા, તમિળનાડુમાં ૬૯.૨ ટકા અને ઓડિશામાં ૬૮.૧ ટકા જણાઈ છે.

સીરો પ્રીવલેન્સનો અર્થ છે કે, એટલા ટકા વસ્તીમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી વિકસિત છે. વાયરસ સામે એન્ટીબોડીનો અર્થ છે કે સંબંધિત વ્યકિત સંક્રિત થયા પછી સાજો થઈ ચૂકયો છે અને પછી વેકસીનના કારણે તેનામાં એન્ટીબોડી વિકસિત થઈ હોય.

પરિણામોનો ઉલ્લેખ કરતા, આરોગ્ય મંત્રાલયે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તે આઈસીએમઆરની સલાહથી સ્વયંના સીરો સ્ટડીનું સંચાલન કરે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે આ સ્ટડી એક માન્ય પ્રોટોકોલનું પાલન કરે છે.

(10:11 am IST)