Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કમિશનરનો ચાર લાખ રૂપિયાનો કૂતરો ખોવાયો: રિક્ષામાં માઈક મૂકી જાહેરાત :ઘરે-ઘરે સર્ચ ઓપરેશન કરવા આદેશ

પાડોશી દેશ પાકિસ્તાનના બનેલી એક ઘટના ચર્ચનો વિષય બની: પાકિસ્તાનની જનતા પણ આશ્ચર્ય ચકિત

પાકિસ્તાનના બનેલી એક ઘટના ચર્ચનો વિષય બની છે. આ કિસ્સો એવો છે કે જેનાથી પાકિસ્તાનની જનતા પણ આશ્ચર્ય ચકિત થઇ ગઈ હતી. કારણ કે, કમિશનર જુલ્ફીકારનો ચાર લાખ રૂપિયાનો એક કૂતરો ખોવાયો હતો અને તેમના આ કૂતરાને શોધવા માટે રીક્ષા પર માઈક મૂકાવીને જાહેરાત કરાવી છે. આ ઉપરાંત તેમણે લોકોના ઘરે-ઘરે જઈને સર્ચ કરવા માટેના પણ આદેશ આપ્યા છે.

રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરમાં કમિશનરના ઘરે એક પાળેલો કૂતરો રાખવામાં આવ્યો હતો. પણ મંગળવારના રોજ એકાએક આ કૂતરો કમિશનર જુલ્ફીકારના ઘરેથી ગાયબ થઇ ગયો હતો. તેથી હવે તેમણે કૂતરાને શોધવા માટે રીક્ષામાં જાહેરાત કરાવી હતી. આ ઉપરાંત હવે આ કૂતરાને શોધવા માટેની જવાબર સ્ટેટ મશીનરીને સોંપવામાં આવી છે. પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ એક રીક્ષા પર લાઉડ સ્પીકર મૂકીને અલગ-અલગ વિસ્તારમાં જઈને કમિશનર જુલ્ફીકારનો કૂતરો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત રીક્ષામાં લાગેલા સ્પીકરના માધ્યમથી શહેરના લોકોને ચેતવણી પણ આપવામાં આવી રહી છે કે, કમિશનર જુલ્ફીકારનો કૂતરો જે નાગરિકના ઘરમાંથી નીકળશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કમિશનર જુલ્ફીકારે કૂતરો ગૂમ થવા બાબતે એક પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કૂતરાની શોધખોળ કરવા માટે હાઉસ-ટૂ-હાઉસ સર્ચ કરવા માટેની માંગણી પણ કરી છે. તેથી પોલીસે અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ કમિશનર જુલ્ફીકારના કૂતરાની શોધખોળ શેરીએ-શેરીએ ઘરમાં જઈ-જઈને કરી રહ્યા છે. આ ઉપરાંત શહેરના લોકોના પણ કૂતરા બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે, પોલીસ અને નગરપાલિકાના સ્ટાફને તેમની ઓફીશીયલ ડ્યુટી પરથી હટાવીને કમિશનર જુલ્ફીકારના કૂતરાની શોધખોળ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. કમિશનર જુલ્ફીકારના ખોવાયેલા કૂતરાની કિંમત 4 લાખ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કમિશનર દ્વારા પોલીસ અને તંત્રને કૂતરો શોધવાની કામગીરી સોંપવામાં આવતા પાકિસ્તાની યુજર્સ સોશિયલ મીડિયા પર કમિશનર જુલ્ફીકારની મજાક ઉડાવી રહ્યા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, સ્ટેટ મશીનરીનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આવી ઘટના ભારતમાં પણ બની હતી. ઉત્તર પ્રદેશના કેબીનેટ મંત્રી રહેલા આઝમ ખાનની ભેંસ ચોરી થઇ હતી ત્યારે પણ લોકોના ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી.

(12:48 am IST)