Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

લોકપ્રિયતામાં નંબર-૧

ટ્વીટર ઉપર મોદીના ૭ કરોડ ફોલોઅર્સ

પહેલા ટ્રમ્પ નંબર-૧ હતા પણ હવે પીએમ મોદી : અભૂતપૂર્વ ઉપલબ્ધી

નવી દિલ્હી તા. ૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશ્યલમીડિયા પર સૌથી લોકપ્રીયનેતા છે. સોશ્યલમીડિયા પાર સૌથી વધુ ફોલોઅર્સ થવાઅંગે હવે પીએમ મોદીના ટ્વીટરએકાઉન્ટ પર ૭૦ મિલિયન લોકો તેને ફોલો કરી રહ્યા છે. એવામાં પીએમ મોદી સોશ્યલમીડિયા પર ફોલો કરતા નેતાઓની લિસ્ટમાં ટોપ પર પહોંચ્યા છે. જો કે સ્પષ્ટ રીતે તેની વધતી લોકપ્રિયતા તરફ ઈશારો કરી રહી છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પીએમ મોદીનું નામ લોકપ્રિય નેતાઓની લિસ્ટમાં સૌથી ઉપર છે. જોકે પીએમ મોદી પહેલા આ ખિતાબ ટ્રમ્પના નામે નોંધાયું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રાઇવેટ એકાઉન્ટને૮૮.૭ મિલિયન એટલે કે ૮ કરોડ ૮૭ લાખ લોકો ફોલો કરી રહ્યા છે. આ દરમ્યાનવિશ્વના સક્રિય નેતાઓની લિસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબર પર હતા.જો કે હવે વધીને૭૦ મિલિયન એટલે કે ૭ કરોડ પર કરી ગઈ છે. અગાઉ ગયા વર્ષે ૨૦૨૦માં પણ પીએમ મોદી ઓગસ્ટ થી ઓકટોબર વચ્ચે ટ્વીટર, યૂટ્યૂબ,ગુગલ સર્ચ દરેકના ટ્રેડિંગ ચર્ટપર ટોપ પર રહ્યા છે. એવાં એક સ્ટડી મુજબ આ દરમ્યાનતેની બ્રેન્ડવેલ્યુ અંદાજે ૩૩૬ કરોડ રૂપિયા નક્કી કરવામા આવી છે હતી. આ બ્રેન્ડવેલ્યુ સોશ્યલ મીડિયાના એંગેજમેન્ટ અને ફોલોઅર્સના આધાર પર તૈયાર કરવામા આવે છે.

(11:36 am IST)