Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સૈન્ય ભલે ખેંચ્યું, અફઘાન પર યુએસની નજર છે : અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન

ભારતના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની સ્પષ્ટતા : અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનએ ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથે તેમની ક્વાડ અને સમુદ્રી સુરક્ષા પર પણ ચર્ચા કરી

નવી દિલ્હી, તા.૨૮ : અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ છે તેના પર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને શું કહે છે તેના પર બધાની નજર હતી. બુધવારે આ મુદ્દા પર બ્લિંકને કહ્યુ કે અમે અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છીએ છીએ જે ત્યાંના લોકોએ ચૂંટી હોય. તે માટે ખુબ કામ કરવું પડશે. અમે એક સમાવેશી અફઘાનિસ્તાન ઈચ્છીએ છીએ. આ દિશામાં ભારત અને અમેરિકા સાથે મળી કામ કરી રહ્યાં છે. બ્લિંકને કહ્યુ કે, એક વાત હું સ્પષ્ટ રીતે કહું છું કે જો અમે અફઘાનિસ્તાનમાંથી સેના હટાવી લીધી તો પણ ત્યાંથી અમારૃં ધ્યાન હટશે નહીં.

અફઘાનિસ્તાનને લઈને ભારત અને અમેરિકાનો મત લગભગ એક જેવો છે. અમારા પાડોશી હોવાને નાતે અફઘાનિસ્તાનમાં શાંતિ અમારી ઈચ્છા છે. અમેરિકાની ત્યાં પર અનોખી ઉપસ્થિતિ છે. બ્લિંકને કહ્યુ કે તાલિબાન તરફથી અફઘાનિસ્તાનમાં અત્યાચારના સમાચારો છે. તે ખરેખર પરેશાન કરે છે. અમે અફઘાનિસ્તાનના મામલાને જોઈ રહ્યાં છીએ.

બ્લિંકને કહ્યુ કે અફઘાનિસ્તાનના મુદ્દા પર તાલિબાન આંતરરાષ્ટ્રીય સમર્થન ઈચ્છે છે. તેની પાછળ તાલિબાન સંભવત ઈચ્છે છે કે તેના નેતા દુનિયામાં સ્વતંત્ર રૂપથી યાત્રા કરે અને પ્રતિબંધ હટાવી લેવામાં આવે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, બળપૂર્વક દેશ પર અધિકાર કરવો અને લોકોના અધિકારોનું હનન કરવું તે ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાનો રસ્તો નથી. માત્ર એક રસ્તો છે અને તે છે વાર્તા કરી શાંતિપૂર્ણ રીતે મુદ્દા હલ કરવાનો પ્રયાસ.

ભારતના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી. બ્લિંકને ભારતીય વિદેશ મંત્રીની પ્રશંસા કરતા કહ્યુ કે, ભારત અને અમેરિકાનો સંબંધ દુનિયાના સૌથી મહત્વના સંબંધોમાંથી એક છે. બ્લિંકને કહ્યુ કે, ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથે તેમની ક્વાડ અને સમુદ્રી સુરક્ષા પર પણ ચર્ચા થઈ છે.

(12:00 am IST)