Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના હોવાની પુષ્ટિ કરાવે છે કેટલાક સામાન્ય અને નવા લક્ષણો: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

કોરોનાનાં નવા 11 લક્ષણો જણાવ્યાં: . લક્ષણોને ઓળખીને લોકોની તપાસ કરાવી શકાય

 નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે,અનેક લોકોનો ભોગ લેવાયો છે અને રોજ  નવાં નવાં લક્ષણો જોવાં મળે છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસનાં નવાં લક્ષણો અંગે જાણકારી આપી છે. આ વાયરસ રોકવા માટે લોકોનો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. લક્ષણોને ઓળખીને લોકોની તપાસ કરાવી શકાય છે. જ્યારે કોરોના શરૂ થયો ત્યારે તેના માત્ર આ ચાર લક્ષણો જ હતાં.

આ ઉપરાંત WHOએ ખાવાની વસ્તુઓનો સ્વાદ કે કોઇ વસ્તુની સુગંધ ન આવવી તેને કોરોના વાયરસનાં લક્ષણ માન્યાં છે. આ વાયરસનું વારંવાર બદલાતું સ્વરૂપ પણ મેડિકલ જગત માટે એક ચેલેન્જ સમાન છે. તેનાથી બચવા માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે.

 

જેમ જેમ કોરોનાનો વિસ્ફોટ વધતો ગયો તેમ તેમ તેનાં નવાં નવાં લક્ષણો સામે આવતાં ગયાં. હવે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાનાં નવા 11 લક્ષણો જણાવ્યાં છે.

 

  • સૂકી ખાંસી થવી
  • ગળામાં બળતરા થવી
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • શરીરમાં ખૂબ જ દુખાવો થવો
  • સતત માથાનો દુખાવો રહેવો
  • ઠંડી લાગવી
  • ઊલટી જેવું લાગવું, ચેન ન પડવું
  • પેટમાં ગરબડ હોય તેમ લાગવું
  • ખાંસી દરમિયાન કફમાં બ્લડ નીકળવું
  • કોઇ પણ વ્યક્તિને દૂરથી મળો, નજીક ન જાવ
  • પબ્લિક પ્લેસ પર છ ફૂટનું અંતર જાળવો
  • હાથ, નાક, કાન, મોંને વારંવાર ટચ ન કરો
  • તમાકુ, સિગારેટ અને દારૂનાં સેવનથી બચો
  • કોઇ વસ્તુ કે જગ્યાને અડતાં પહેલાં તેને સાફ કરો
  • ભીડ ભાડવાળી જગ્યાએ ન જાવ, આરોગ્ય સેતુ એપ હંમેશાં ચાલુ રાખો
(10:22 pm IST)