Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોવિડ-૧૯ની આડઅસર

૪૩% ભારતીયો 'Depression'થી પીડિત છે

લોકડાઉન અને જીવનશૈલી પર અચાનક બદલાવ આવવાના કારણે અમે જોયું કે ૪૩ ટકા ભારતીયોને હતાશા છે

 નવી દિલ્હી,તા.૨૯:ભારતમાં છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલી કોરોના મહામારી  અને તેના પર નિયંત્રણ માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી ભારતીય લોકોમાં તણાવ, હતાશાની સમસ્યા વધી છે. હાલના અધ્યન મુજબ લગભગ ૪૩ ટકા ભારતીય હતાશા એટલે કે Depressionનો  શિકાર છે.

સ્માર્ટ ટેકનીકથી લૈસ જીઓબ્યૂઆઇઆઇનો સર્વેમાં લગભગ ૧૦ હજાર ભારતીયો પર સર્વેક્ષણ કરવામાં આવ્યું. જે કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અધ્યનમાં સામેલ ૨૬ ટકા પ્રતિસ્પર્ધીઓએ જણાવ્યું કે તે હળવી હતાશાથી ગ્રસ્ત છે. જયારે ૧૧ ટકા પ્રતિસ્પર્ધીઓએ સ્વીકાર્યું કે તે ગંભીર રીતે હતાશાથી ગ્રસ્ત છે. જો કે ૬ ટકા પ્રતિસ્પર્ધીઓ આવું કંઇ ન હોવાની વાત સ્વીકારી.

અધ્યનમાં જાણવા મળ્યું કે ગત પાંચ મહિના ખૂબ જ અનઅપેક્ષિત ગયા છે. આ સ્થિતિમાં નાગરિકોના માનસિક સ્વાસ્થયને ખરાબ અસર થઇ છે. અનેક ચરણોમાં લોકડાઉન, નોકરીમાંથી નીકળવા, સ્વાસ્થય સંબંધી ભય આમ કુલ મળીને અનિશ્યિત વાતાવરણથી લોકોમાં તણાવનું સ્તર મોટા પ્રમાણમાં વધ્યું છે. અધ્યનમાં કહેવામાં આવ્યું છે કે વધુ તણાવ હતાશાનું રૂપ લે છે. હાલ લોકડાઉન અને જીવનશૈલી પર અચાનક બદલાવ આવવાના કારણે અમે જોયું કે ૪૩ ટકા ભારતીયોને હતાશા છે. અને તે આમાંથી બહાર આવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સર્વેમાં જેમણે ભાગ લીધો હતો તેમની હતાશાનું સ્તર જાણવા માટે અધ્યનકર્તાઓએ દર્દીને કેટલાક સવાલો પુછ્યા હતા જેના પર આ સર્વે આધારીત છે.

અધ્યનમાં ભાગ લીધેલા લોકોના જીવનના વિવિધ પહેલુ જેમ કે ભોજન, દિનચર્યા, ઊંઘનો સમય, ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતાની પણ જાણકારી મેળવવામાં આવી. જીઓકયૂઆઇઆઇના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી વિશાલ ગોંદલે કહ્યું કે અમારા અધ્યન મુજબ કોરોના વાયરસના પ્રસાર અને લાગુ કરેલા લોકડાઉનના કારણે દેશમાં માનસિક સ્વાસ્થય સંબંધી સમસ્યાની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યું છે. જે લોકોને હતાશા છે તેમને ઠીક ઊંઘ નથી આવતી, કોઇ કામ કરવામાં રૂચિ નથી, તેમને બરાબર ભૂખ પણ નથી લાગતી અને તે હંમેશા થાકેલા અનુભવે છે.

 અધ્યન મુજબ ૫૯ ટકા ભારતીયોએ કહ્યું કે તેમને કામ કરવામાં આનંદ આવે છે. તેમાંથી ૩૮ ટકા લોકોએ કહ્યું કે આ ભાવના થોડા દિવસ માટે રહી અને અડધાથી વધુ લોકોએ કહ્યું કે તે ભાવનાથી ગ્રસ્ત છે. તો લગભગ ૧૨ ટકા લોકોએ કહ્યું કે તે રોજ આવું અનુભવે છે.

(2:55 pm IST)