Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઉદયપુરમાં કનૈયાલાલની પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવતા જ અનેક મોટા ખુલાસા થયા : કનૈયાલાલ પર હેવાનોએ એક બાદ એક એમ ૨૬ વાર કર્યા

કનૈયાની ગરદન પર ૧૦ ઉંડા કાપાનાં નિશાન જોવા મળ્યા : મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

ઉદયપુર તા.૨૯ : ઉદયપુરમાં માર્યા ગયેલ કનૈયાલાલની પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવી છે. જેમાં કનૈયાલાલની હત્યાને લઈ ચોકાવાનારા ખુલાસા થયા છે. મૃતક કનૈયાલાલને હેવાનોએ તડપાવી તડપાવીને માર્યો હોવાનો પોસ્ટમોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કનૈયાલાલનાં શરીર પરથી એક નહિ  બે નહિ  પરંતુ ૨૬ ઘા જોવા મળ્યા હતા. જેમાં કનૈયાલાલનાં ગળા પર જ ૧૦ જેટલા ઘા જોવા મળ્યા હોવાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કન્હૈયાલાલની ઉદયપુરમાં ભૂત મહેલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. ટેલરે લગભગ 6 દિવસ પછી મંગળવારે તેની દરજીની દુકાન ખોલી. ત્યારબાદ બે યુવકો કપડા સિલાઇ કરાવવાના બહાને દુકાને આવ્યા હતા અને તેઓએ કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી હતી. આ પછી બંનેએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ ઘટના ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે કરવામાં આવી છે.

આ પછી બંનેએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ ઘટના ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે કરવામાં આવી છે. રાજસ્થાન SITએ આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એકનું નામ મોહમ્મદ રિયાઝ અને બીજા આરોપીનું નામ ગૌસ મોહમ્મદ છે. ઘટના બાદ ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 8 વાગ્યા સુધી આગામી આદેશો સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ વિવાદ જૂનના પહેલા સપ્તાહમાં શરૂ થયો હતો. ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં ટેલરને કન્હૈયાલાલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પછી, 11 જૂને, કન્હૈયાલાલના પાડોશી નાઝિમે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ધરપકડ બાદ તેને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા હતા.

(10:22 pm IST)