Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બહુમતનો નિર્ણય ગૃહમાં જ થઇ શકે : સુપ્રીમ કોર્ટ : મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી મામલે સુપ્રીમ કોર્ટમાં સામસામી દલીલો ચાલુ : ફ્લોર ટેસ્ટમાં જેટલો વધુ વિલંબ થશે તેટલું લોકશાહીને વધુ નુકસાન થશે : શિંદેના વકીલની ધારદાર દલીલો ચાલુ : મીડિયા અહેવાલો મુજબ જો ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટમાં સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળશે તો તેઓ રાજીનામું આપી દેશે ?

મુંબઈ : રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને 30 જૂને બહુમત સાબિત કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે બહુમતનો નિર્ણય ગૃહમાં જ થશે.

ઉદ્ધવ ઠાકરે સરકારની કટોકટી .  મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં ભારતીય જનતા પાર્ટી પણ પ્રવેશી ગઈ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા ફ્લોર ટેસ્ટની માંગ કરવામાં આવી હતી. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને 30 જૂને બહુમત સાબિત કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં સત્તાધારી ગઠબંધનમાં સામેલ શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે બહુમતીનો નિર્ણય સદનના ફ્લોર પર જ લઈ શકાય છે. બીજી તરફ એકનાથ શિંદે ગુવાહાટીમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યો સાથે ગોવા રવાના થઈ ગયા છે. શિંદેએ જાહેરાત કરી છે કે તેઓ 30 જૂને મુંબઈ પહોંચશે.

ફ્લોર ટેસ્ટમાં વિલંબ, લોકશાહીને વધુ નુકસાન .
નીરજ કિશન કૌલે જણાવ્યું હતું કે તમે ફ્લોર ટેસ્ટમાં જેટલો વધુ વિલંબ કરશો, લોકશાહીને તેટલું વધુ નુકસાન થશે.

શું ઉદ્ધવ રાજીનામું આપશે?
મીડિયા અહેવાલો છે કે જો ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટમાં સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળશે તો તેઓ રાજીનામું આપી દેશે ?

ઉદ્ધવ ઠાકરે પાર્ટીમાં લઘુમતીમાં છે
શિંદે કેમ્પના એડવોકેટ નીરજ કિશન કૌને કહ્યું કે તેઓ પાર્ટીમાં જ લઘુમતીના કારણે નાસીપાસ છે. તેઓ લઘુમતીમાં હોવા છતાં કોઈને કોઈ રીતે સત્તામાં રહેવા માંગે છે. મેં જોયું છે કે પક્ષકારો વહેલી તકે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે આ કોર્ટમાં દોડી રહ્યા છે અને અહીં અમારી પાસે એક બાજુ છે જે તેને વિલંબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. બધા જાણે છે કે શા માટે?

બુધ, 29 જૂન 2022 સાંજે 06:42 PM
નીરજ કિશન કૌલે કહ્યું કે આ (ફ્લોર ટેસ્ટ) રાજ્યપાલની વિવેકબુદ્ધિથી લેવાયેલ નિર્ણય છે. જ્યાં સુધી રાજ્યપાલના નિર્ણયને તદ્દન અતાર્કિક અથવા દૂષિત માનવામાં ન આવે ત્યાં સુધી કોઈ હસ્તક્ષેપ થઈ શકે નહીં. પોતાની દલીલમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સંખ્યા બળ નથી પરંતુ સત્તા છોડવા નથી માંગતા. જો તમારી પાસે સંખ્યા હશે તો તમે જીતી શકશો, જો તમારી પાસે નથી તો તમારે રાજીનામું આપવું જોઈએ.

દલીલો ચાલુ છે.તેવું .એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(7:54 pm IST)