Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

યુઝ કરેલ ટી બેગ્‍સ ફેંકી દેવાના બદલે તેનો ઉપયોગ કરી શકાયઃ ગ્રીન ટી બેગનો ઉપયોગ સુંદરતા વધારવા માટે થાય

ફ્રીઝની દુર્ગંધને દુર કરવા માટે ડ્રાઇ ટી બેગ અંદર મુકી શકાય

નવી દિલ્લીઃ એવી ઘણી વસ્તુઓ હોય છે જેની આપણે અવગણના કરીને ફેંકી દેતા હોઈએ છીએ. પણ આવી ચીજવસ્તુઓ આપણને હેલ્થ અને બ્યૂટી કેર માટે ખુબ જ કામ લાગી શકે છે. આપણા દિવસની શરૂઆત ચા અને કોફીથી થાય છે. જો સવારમાં મસાલાવાળી ચા મળી જાય તો દિવસ બહુ સારો પસાર થાય છે. પણ હવે લોકો સવાર સવારમાં ગ્રીન ટી પીવા લાગ્યા છે. હવે ઘર હોય કે ઓફિસ ટી બેગનો ઉપયોગ થવા લાગ્યો છે.

યૂઝ્ડ ટી બેગના ઘણા ફાયદાઃ

આપણે દરરોજ ટી બેગ્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્રીન ટી હોય કે બ્લેક ટી, એકવાર ચા બનાવ્યા બાદ ટી બેગ્સ કોઈ કામની રહેતી નથી. સામાન્ય રીતે આપણે ગ્રીન ટી બેગનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દઈએ છીએ. ત્યારે શું તમે જાણો છો કે, વપરાયેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરી શકો છો.

1. ડિફરેંટ ફ્લેવર માટે પાસ્તા-ઓટ્સમાં મેળવોઃ

બાઉલ ચીઝ પાસ્તાને જોઈને કોઈના પણ મોઢામાં પાણી આવી જાય છે. પાસ્તા અથવા ઓટ્સ બનાવતા પહેલાં તેને જાસ્મીન અથવા ગ્રીન ટી બેગની સાથે રાખો. ટી બેગથી પાસ્તા ટેસ્ટી બનશે.

2. ફ્રીજની દુર્ગંધને દૂર કરશેઃ

ફ્રીજમાંથી આવતી દુર્ગંધથી જો તમે પરેશાન છો તો તેના માટે ઉપયોગ કરેલી ટી બેગ કામ લાગશે. વાપરેલી ટી બેગને ફ્રીજમાં રાખો. તે સિવાય ડ્રાઈ ટી બેગને એશ ટ્રે અથવા ડસ્ટબિનમાં રાખશો તો પણ દુર્ગંધ નહીં આવે.

3. નેચરલ માઉથવોથઃ

ગ્રીન ટી અથવા પેપરમિન્ટ ટી બેગ્સને સામાન્ય ગરમ પાણીમાં પલાળો. હવે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરો. તમારું ઘર માટે આલ્કોહોલ ફ્રી નેચરલ માઉથવોશ બની જશે.

4. કાચની સફાઈઃ

ટી બેગ્સથી તમે ઘરની બારીઓના કાચ, અરિસો અને અન્ય ફર્નિચર પણ સાફ કરી શકો છો. યૂઝ્ડ બેગ્સને બારીઓ અને ડ્રેસિંગ ટેબલના કાચ પર રગડો. જેનાથી બારીઓ અને અરિસો એકદમ નવા જેવા થઈ જશે.

5. હોમ-મેડ એયરફ્રેશનરઃ

એક ડ્રાઈ ટી બેગ લો અને મનપસંદ ઓયલના અમુક ટીપા તેમાં નાખો. તમારા માટે હોમ-મેડ એરફ્રેશનર તૈયાર છે. તેના તમારી કાર, રસોડુ અથવા બાથરૂમમાં રાખો.

6. ઉંદરને ભગાડશેઃ

ઘરમાં ઉંદર હોવાની સમસ્યા સામાન્ય છે. ઘરમાં જો ઉંદર હોય તો કંઈ પણ નુકસાન થવાનો ડર હંમેશા રહે છે. પણ એક ટી બેગથી તમે ઉંદરની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. ડ્રાઈ, અનયૂઝ્ડ ટી બેગને અલમારી, કબાટ સહિતની જગ્યાઓ પર રાખી દો. જેનાથી ત્યાં ઉંદર નહીં આવે. ટી બેગ્સમાં પેપરમિન્ટ ઓયલના અમુક ટીપા નાખી દો જેનાથી મકોડા અને કીડી પણ નહીં આવે છે.

7. લાકડાના ફર્નિચર અને ફર્શની સફાઈઃ

ટી બેગ્સને પાણીની અંદર ઉકાળો અને થોડીવાર પછી તેને ઠંડુ કરો. પછી તેમાં એક કોટનના કપડાને પલાળો અને લાકડાના ફર્નિચર અથવા ફર્શને સાફ કરો. પછી સાદા કપડાથી તેને સાફ કરી લો.

8. વાસણને સાફ કરવામાંઃ

ચીકણા વાસણને સાફ કરવામાં ટી બેગ્સનો ઉપયોગ કરી શકો છો. સિંકમાં હળવું ગરમા પાણી અને યૂઝ કરેલી ટી બેગ્સના અમુક ટીપા નાખો. તેનાથી વાસણની ચીકાસ ઓછી થઈ જશે અને વાસણ ધોવામાં આસાની રહેશે.

9. છોડમાં નાખવાઃ

ટી બેગ્સને ફેંકવાની જગ્યાએ તેને છોડના ખાતરમાં નાખો.

સુંદરતા વધારવા માટે ટી બેગ્સનો આ રીતે ઉપયોગ કરોઃ

1. ખીલ મટાડશેઃ

જો તમારા ચહેરા પર ખીલની સમસ્યા છે તો ગ્રીન ટી બેગનો ઉપયોગ કર્યા બાદ તેને ફ્રીજમાં રાખીને ઠંડી કરો. પી તેને ખીલ પર રાખો. આવું કરવાથી ખીલ દૂર થશે.

2. ડિટોક્સ ફેસ માસ્કઃ

યૂઝ કરેલી ટી બેગ્ઝનો ઉપયોગ કરીને તમે એક્સફોલિએટિગ ફેસ માસ્ક પણ બનાવી શકો છો. તેના માટે એક વાડકીમાં ઉપયોગ કરેલી ટી બેગ્સને નાકી 15 મિનિટ ઉકાળો. પછી આ પાણીને આખી રાત રાખો અને તેમાં બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 10થી 15 મિનિટ રાખો. આનાથી તમારી સ્કિન ડિટોક્સ થશે અને કરચલીની સમસ્યા દૂર થશે.

3. વાળમાં ચમક લાવવાઃ

ગ્રીન ટી માત્ર સ્કીન માટે જ નહીં પણ વાળ માટે પણ ફાયદાકારક છે. આ માટે તમારે યૂઝ કરાયેલી ગ્રીન ટી બેગ્સને પાણીમાં નાખીને 15 મિનિટ ઉકાળવાની રહેશે. પછી આ પાણીને રાતભર રહેવા દો અને સવારે આ પાણીથી વાળ ધોઈ લો. 10 મિનિટ બાદ સાદા પાણીથી વાળને ધોવો. આનાથી તમાપા વાળ સોફટ અને સિલ્કી થઈ જશે.

4. ડાર્ક સર્કલ્સઃ

યૂઝ કરેલી ટી બેગ્સનો ઉપયોગ તમે આંખોની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે યૂઝ કરેલી ટી બેગ્સને ફ્રિજરમાં 2-3 મિનિટ રાખો. પછી તેને 10 મિનિટ સુધી આંખોની ઉપર રાખો. તેનાથી ડાર્ક સર્કલ્સમાંથી છૂટકારો મળશે. અને આંખોના સોજા ઓછા થશે.

(5:24 pm IST)