Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અખાડાના નિયમો મુજબ સંત થવા માટે શૈક્ષણિક લાયકાત અને ચારિત્ર્ય પ્રમાણપત્રની માહિતી આપવી પડશે

ભુતકાળમાં સંતો પર સવાલો ઉઠતા શ્રી નિરંજની અખાડાએ સન્‍યાસ લેવાના નવા નિયમો બનાવ્‍યા

નવી દિલ્‍હીઃ સંસારમાંથી છુટકારો મેળવવા અને ભગવાન પામવા માનવ સન્‍યાસી થાય છે. પરંતુ હવે સન્‍યાસ લેવા કે સંત બનવા માટેની લાયકાતની માહિતી આપવી પડશે. જેમાં શૈક્ષણિક લાયકાત તથા ચારિત્ર્ય પ્રમાણપત્ર આપવા પડશે. અખાડા પરિષદના પ્રમુખ અને શ્રી નિરંજનીના આચાર્યોએ આ માહિતી આપી હતી.

આજકાલ દરેક નોકરી કે ધંધામાં સફળતા મેળવવા માટે યોગ્યતા સિદ્ધ કરવી પડે છે. ત્યારે સામાન્ય રીતે લોકો એવું વિચારતા હતા કે સાધુ સંત બનવું સહેલું છે, તેમાં કોઈ યોગ્યતાની જરૂર નથી બસ ઝોલા લઈને હાથમાં કમન્ડર અને ગળામાં રૂદ્રાક્ષની માળાઓ પહેરી લેવાથી બની જવાય છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. હવે સંત બનવા કે સન્યાસ લેવા માટે લોકોએ ઈન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સાંભળીને ઝટકો લાગ્યોને... પરંતુ આ હકીકત છે. હવેથી નિયમોનું પાલન કરનારાઓને જ સન્યાસ ગ્રહણ કરાવવામાં આવશે. સાથે સંન્યાસ માટે જે તે વ્યક્તિએ શૈક્ષણિક દસ્તાવેજો અને તેમના ચારિત્ર્યની માહિતી પણ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં સંતો પર સવાલો ઉઠાવ્યા બાદ ધર્મ પર પ્રશ્ન ચિહ્નના મુદ્દાને ધ્યાનમાં રાખીને આવી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

સાક્ષાત્કાર અને શૈક્ષણિક યોગ્યતા તપાસની વ્યવસ્થા

તમને જણાવી દઈએ કે પંચાયતી અખાડા શ્રી નિરંજની સન્યાસ લેનાર લોકો માટે સાક્ષાત્કાર આપવા અને શૈક્ષણિક યોગ્યતા તપાસવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. તમામ પ્રક્રિયા અખાડાના નિયમો પ્રમાણે થયા બાદ વ્યક્તિને સંત પરંપરામાં સામેલ કરાવવામાં આવશે. સંન્યાસીઓના બીજા સૌથી મોટા શ્રી નિરંજની અખાડામાં સંન્યાસ ગ્રહણ કરવા માટે નવા નિયમ તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આને લઈને પ્રસ્તાવ તૈયાર કરાવવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સોમવારે અખાડા પરિષદના પ્રમુખ અને પંચાયતી અખાડા શ્રી નિરંજનીના સચિવ શ્રીમહંત રવીન્દ્ર પુરીના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી સાથે બંધ રૂમમાં કલાકો સુધી ચર્ચા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ અખાડામાં એક કમિટી બનાવવામાં આવી રહી છે.

આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

જણાવી દઈએ કે શ્રી નિરંજની અખાડામાં સંન્યાસ ગ્રહણ કરાવવા માટે હાલ પંચ સિસ્ટમ લાગૂ છે. પાંચ પંચો અખાડામાં સંન્યાસ અંગે નિર્ણય લે છે. જેના કારણે અનેક ભૂલના કિસ્સા સામે આવતા રહે છે. આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે પ્રથમ વખત શૈક્ષણિક લાયકાત અને ઈન્ટરવ્યુની ચકાસણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો આ પ્રણાલી અમલમાં આવશે તો શ્રી નિરંજની અખાડા આવું કરનાર પ્રથમ અખાડો બનશે.

અનેક સંતોના દસ્તાવેજોમાં ગેરરીતિની ફરિયાદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૂની સિસ્ટમ હેઠળ સંતોની પસંદગી પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. સંતો પર ઉભા થતા પ્રશ્નો અખાડાની છબીને પ્રભાવિત કરે છે. અનેક સંતોના દસ્તાવેજોમાં પણ ગેરરીતિની ફરિયાદો મળી છે. આવનારા સમયમાં કોઈ પણ સંત પર કોઈ પ્રશ્ન ન ઉઠાવે તેથી આવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

મહામંડલેશ્વર સંન્સાસ કરાવશે ગ્રહણ

શ્રી નિરંજની અખાડા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી દરખાસ્ત હેઠળ જે વ્યક્તિ સંન્યાસ લેવા માંગે છે તેમણે સમિતિ સમક્ષ હાજર થવું પડશે. સમિતિની લીલી ઝંડી મળ્યા બાદ આચાર્ય મહામંડલેશ્વર સંન્યાસ ગ્રહણ કરાવશે. આ સાથે કમિટીમાંથી સંન્યાસ થનાર વ્યક્તિ પાસેથી તમામ પ્રકારની માહિતી લીધા બાદ અત્યાર સુધી કરેલા કામોની માહિતી તેમજ આશ્રમ અને મંદિરની માહિતી પણ લેવામાં આવશે. ધર્મના જ્ઞાનની સાથે જ્ઞાનની પણ કસોટી થશે.

નિયમો અમલમાં આવતા પહેલા મતભેદ

શ્રી નિરંજની અખાડા દ્વારા હજુ સુધી નિયમોનો અમલ કરવામાં આવ્યો નથી, પરંતુ તેના પર મતભેદો દેખાવા લાગ્યા છે. જુના અખાડા શ્રી નિરંજની પંચાયતી અખાડામાં કરવામાં આવી રહેલી નવી વ્યવસ્થા સાથે સહમત નથી. જુના અખાડાના સંરક્ષક હરિ ગિરી કહે છે કે સમાજમાં તમામ પ્રકારના લોકો રહે છે. ધર્મની વાત છે. તેથી શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી નથી. જુના અખાડામાં આ વ્યવસ્થા છે.

જ્યારે, નિરંજની અખાડાના મહામંડલેશ્વર આચાર્ય કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે સંત પરંપરામાં આવનાર વ્યક્તિ માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે લાંબી ચર્ચા ચાલી રહી છે. નિરંજની અખાડા આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવા જઈ રહ્યું છે.

(5:23 pm IST)