Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

શિવસેના ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે

મુંબઇ, તા.૨૯: શિવસેનાના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે કહ્યું છે કે રાજ્યપાલના બહુમત પરીક્ષણના આદેશને કોર્ટમાં પડકારવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે અમે આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું. રાઉતે કહ્યું કે બંધારણનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે દખલ કરવી જોઈએ. રાઉતે કહ્યું કે ફ્લોર ટેસ્ટનો આદેશ ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરે સરકારને ૩૦ જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે.

 

(10:17 pm IST)