Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સૌથી મોટી વિદેશી ડીલ પર મુકેશ અંબાણીને મોટો આંચકો ; કંપનીએ સેલ પ્લાન રદ્દ કર્યો

રિલાયન્સે યુકે સ્થિત ફાર્મા કંપની વોલગ્રીન્સ બૂટ એલાયન્સને ખરીદવા માટે અમેરિકન કંપની એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ સાથે સંયુક્ત બિડ કરી હતી

મુંબઈ : દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિદેશમાં તેની સૌથી મોટી ડીલ ચૂકી ગઈ છે. હકીકતમાં, રિલાયન્સે યુકે સ્થિત ફાર્મા કંપની વોલગ્રીન્સ બૂટ એલાયન્સને ખરીદવા માટે અમેરિકન કંપની એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ સાથે સંયુક્ત બિડ કરી હતી. સંયુક્ત બિડની કિંમત $6.1 બિલિયનથી વધુ હતી. જોકે, હવે Walgreens Boots Alliance એ તેનો પ્લાન રદ કરી દીધો છે.

વોલગ્રીન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બજારની અસ્થિરતા નાણાકીય ઉપલબ્ધતા પર ગંભીર અસર કરી રહી છે. બૂટના ઊંચા મૂલ્યને પર્યાપ્ત રીતે પ્રતિબિંબિત કરતી કોઈ પણ પાર્ટી ઓફર કરવામાં સક્ષમ નથી.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે બુટ અને તેની ફ્લેગશિપ બ્રાન્ડનું તાજેતરનું મજબૂત પ્રદર્શન પણ બિઝનેસ ચાલુ રાખવાના નિર્ણય પાછળ છે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે કંપની આ પ્રકારનો ખરીદનાર શોધી શકી નથી. આ સાથે કંપનીને મુકેશ અંબાણીની ડીલ પણ પસંદ આવી નથી.

રિલાયન્સ માટે આ મોટો આંચકો છે. આ સોદાની સ્થિતિમાં, બુટ્સ ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં વેપારનું વિસ્તરણ કરી શકશે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં 173 વર્ષ જૂના બૂટના 2,200 સ્ટોર છે.

(11:42 pm IST)