Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કયા મ્યુચ્યલ ફંડોએ છેલ્લા ૧ વર્ષ દરમ્યાન આપ્યું ૫૦ ટકાથી વધારે રિટર્ન?

નવી દિલ્હી, તા.૨૯: મ્યુચ્યલ ફંડ યોજના સંપૂર્ણપણે બજારના જોખમો સાથે જોડાયેલી છે. પણ જો કોઇ યોગ્ય સલાહ આપનાર મળી જાય અથવા તમે તમારી સમજ ડેવલપ કરી લો તો મ્યુચ્યલ ફંડને પણ લાગુ પડે છે. વેલ્યુ રીસર્ચ વેબસાઇટ અનુસાર, ગત એક વર્ષ દરમ્યાન બેકીંગ ઇકવીટી મ્યુચ્યલ ફંડ પર ૫૦ ટકાથી વધારે રિટર્ન મળ્યું છે. આવો જાણીએ ટોપ પાંચ બેંકીંગ ઇકવીટી મ્યુચ્લ ફંડ જેમાં છેલ્લા એક વર્ષમાં ૫૦ ટકા અથવા તેનાથી વધારે રિટર્ન મળ્યું છે.

૧. નિપ્પોન ઇન્ડિયા બેંકીંગ ફંડઃ નિપ્પોન ઇંડીયા ડાયરેકટ પ્લાને સૌથી વધારે ૭૬.૧૯ ટકા જેટલું રિટર્ન આપ્યું છે. આ દરમ્યાન રેગ્યુલર પ્લાને ૭૪.૯૨ ટકા સુધીનું રીટર્ન આપ્યુ. ડાયરેકટ પ્લાનમાં ખર્ચ વધારે હોવાના કારણે એવું છે નિપ્પોન ઇન્ડિયા બેંકીંગ રેગ્યુલર પ્લાન એકપેન્સીઝ રેશીયો ૨.૦૫ ટકા છે જયારે ડાયરેકટ પ્લાનમાં તે ૧.૩૯ ટકા છે.

ર. આઇસીઆઇસીઆઇ પ્રુ બેંકીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વીસીસ પ્લાનઃ આમા ડાયરેકટ પ્લાને ૭૦.૭૪ ટકા સુધીનું રિટર્ન આપ્યું છે જયારે રેગ્યુલર પ્લાને ૬૯.૨૪ ટકા વળતર આપ્યું છે.  રેગ્યુલર પ્લાનમાં એકસપેન્સીઝ રેશીયો ૨.૦૯ ટકા અને ડાયરેકટ પ્લાનમાં ૧.૨૮ ટકા છે.

૩. કોટક પીએસયુ બેંક ઇટીએફ પ્લાનઃ આ એક એવો રેગ્યુલર પ્લાન છે જેણે ૬૭.૧૭ ટકાનું રિટર્ન છેલ્લા ૧ વર્ષ દરમ્યાન આપ્યું છે. તેનો એકસપેન્સીઝ રેશીયો ૦.૪૯ ટકા છે. તો સમય દરમ્યાન કોટક બેકીંગ ઇટીએફ પ્લાને ૬૪.૦૫ ટકા રિટર્ન આપ્યુ છે.

૪. એસબી ઇટીએફ નીફટી બેકીંગઃ આના રેગ્યુલર પ્લાને છેલ્લા એક વર્ષમાં ૬૪.૪૧ ટકા રિટર્ન આપ્યું છે. જયારે એસબીઆઇ બેંકીંગ સર્વિસ ડાયરેકટ ફંડ પ્લાને ૬૨.૫૯ ટકા અને રેગ્યુલર પ્લાને ૬૦.૫૫ ટકા રિટર્ન આપ્યું છે.

પ. એડેલવેઇસ ઇટીએફ નીફટી બેંકઃ આ રેગ્યુલર પ્લાને ૬૪.૪૮ ટકા રિટર્ન આપ્યું છે તેનો એકસપેન્સીઝ રેશીયો ૦.૧૨ ટકા રહયો હતો.

(12:04 pm IST)