Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વાંદરાના સેલ ઉપર કર્યો પ્રયોગ

શરીરમાં કોરોનાનો મિત્ર અને શત્રુ કોણ? : કેવી-કેવી રીતે ફેલાય છે ? ક્યાં જીનથી વાયરસ ફેલાય છે : વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું

વૈજ્ઞાનિકોએ કેટલાંક જીન્સને આફ્રિકન ગ્રીન મંકીના સેલ્સમાં નાંખ્યા

નવી દિલ્હી : શરીરમાં કોરોનાનો મિત્ર અને શત્રુ કોણ? તે અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકો વધુમાં વધુ માહિતી એકત્ર કરવા પર કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે કે, કોરોના શરીરમાં કેવી-કેવી રીતે ફેલાય છે? આ વચ્ચે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, શરીરમાં કયા જીનના કારણે વાઈરસ ફેલાય છે.
વૈજ્ઞનિકોએ આ કામ જીન-એડિટિંગ ટૂલ (CRISPR-Cas9)ની મદદથી કર્યું છે. તેના કારણે તેઓને કેટલાક જીન અંગે ખબર પડી છે. જે કોરોનાને શરીરમાં ફેલાવવામાં મદદ કરે છે. સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ કેટલાંક જીન્સને આફ્રિકન ગ્રીન મંકીના સેલ્સમાં નાંખ્યા છે પછી તેને કોરોના વાઈરસથી સંક્રમિત કરી દીધા. એ પછી જોયું કે, કયાં જીન પ્રો વાયરલ એટલે વાઈરસને ફેલાવનાર અને કયાં તેના વિરૂદ્ધ લડનારા (એન્ટી વાયરલ) છે.
વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ સ્ટડીની મદદથી ખબર પડી શકશે કે માનવ શરીરમાં આ વાઈરસ કેવી રીતે અસર કરે છે. તેના કારણે યોગ્ય વેક્સીન બનાવામાં પણ મદદ મળવાની વાત કહેવામાં આવી રહી છે. જે સીધા એ જ જીન કે સેલ પર ટાર્ગેટ કરશે જે વાઈરસને રોકી શકશે.

સ્ટડીમાં એ જીન અને રસ્તાઓને જોવામાં આવ્યા છે, જે વાઈરસને બોડીની અંદર ખુદને વધારવા માટે ઉપયોગ કરાય છે. તેમાં પ્રોટીનનો રોલ ખૂબ જ અગત્યનો માનવામાં આવ્યો છે. તેનું એક રૂપ વાઈરસને વધારવા તો બીજું વાઈરસ વિરુદ્ધ લડવામાં મદદ કરે છે. સ્ટડી મુજબ, ACE2 રિસેપ્ટર અને Cathepsin L પ્રોટીન ઇન્ફેકશનને ફેલાવામાં મદદ કરે છે. જ્યારે હિસ્ટોન પ્રોટીન તેની સામે રક્ષણ આપવાનું પ્રયાસ કરે છે.
આ સ્ટડી યેલ સ્કૂલ ઓફ મેડિસિન, બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ અને MIT અને હાવર્ડ યુનિવર્સિટીએ મળીને કરી છે.

(1:45 pm IST)