Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગલવાન ખીણમાં પુલ બનાવતી વખતે બે ભારતીય સૈનિક શહીદ

બંને સૈનિકોની ઓળખ થઈ ચૂકી છે : સૈન્ય વતી બંનેના મોત અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી

નવી દિલ્હી, તા. ૨૮ : લદાખની ગલવાન ખીણમાં નદીમાં તણાઈ જવાથી બે ભારતીય સૈનિકોના મોત થઈ ગયા છે. બંને સૈનિકોની ઓળખ થઈ ચૂકી છે, જેમાં એક ૩૭ વર્ષીય સચિન વિક્રમ મોરે અને દ્વિતીય પટિલાયના ૨૪ વર્ષીય જવાન સલીમ ખાન સામેલ છે. તેમના અંતિમ સંસ્કાર ગત શનિવારે કરવામાં આવ્યા છે. મીડિય અહેવાલ અનુસાર આ બંને સૈનિકોના મોત સંદર્ભે ભારતીય સૈન્ય તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે આ દુર્ઘટનાનો ત્યાંની વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. મીડિયા અહેવાલમાં બંને સૈનિકોના પરિવાર લખવામાં આવ્યું છે કે તેમને કહેવા કે બંને જવાનો ગલવાન ક્ષેત્રમાં બની રહેલા પુલ નિર્માણ સમૂહનો હિસ્સો છે. જોકે, સંરક્ષણ સૂત્રોનું કહેવું છે કે વિક્રમ મોરેની મોત ગત ૨૫ જૂને થઈ હતી.

                 જ્યારે સલીમ ખાનના પરિવારનું કહેવું છે કે તેમને કહેવાયું હતું કે તેમની મોત ૨૬ જૂને થઈ હતી. સલીમ ખાનના કાકા બુધદીન ખાને કહ્યુ કે, અમને સૈન્ય તરફથી કહેવાયું હતું કે એક પુલ બની રહ્યો હતો અને સલીમ પુલ નિર્માણ કરતી ટીમનો હિસ્સો હતો. આ બંને સૈનિકો એક બોટમાં હતો અને જે પલટી ગઈ જેના કારણે મોત થયા છે. સલીમખાનની માતા નસીમા બેગમે કહ્યું કે, તેમણે પોતાના પુત્ર સાથે છેલ્લી વાત બે દિવસ પહેલાં કરી હતી. તેમણે કહ્યું હતું કે એ જલદી ઘરે આવશે. એ ક્યારેય ગલવાની પરિસ્થિતિ અંગે અમને કશુંય કહેતો નહતો. સલીમ કહેતો કે ત્યાં ફોન લાગવામાં પરેશાની થઈ શકે છે અને હું કોલ ન કરી શકું તો તમે પરેશાન થતાં નહીં. મેં બધું જ ગુમાવી દીધું. એ(સલીમ) એક માત્ર સહાર હતો.

                   અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં સૈન્યમાં સામેલ થનાર સલીમખાનના ઘરમાં તેમની માતા, એક ભાઈ અને એક બહેન છે. તેમના પિતા પણ સૈન્યમાં હતા, તેમનું ૧૮ વર્ષ પહેલાં મૃત્યુ થયેં હતું. સલીમ ખાનને પંજાબના પટિયાલા જિલ્લાના મર્દોહેડી સ્થિત ગામમાં શનિવારે પૂરા સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે શનિવારે સલીમ ખાનના પરિવારને ૫૦ લાખ રુપિયાની આર્થિક સહાય તથા પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. જ્યારે સચિન મોરેના પરિવારે કહ્યું કે અમને સૈન્ય તરફથી કહેવાયુ કે એ બંને (સચિન અને સલીમ) અન્ય સૈનિકોને બચાવવા નદીમાં ઉતર્યા હતા.

તેમને બચાવવામાં વિક્રમ મોરે સફળ તો રહ્યો પરંતુ એક પથ્થર સાથે માથું ટકરાવાથી કારણે એ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકો છે. સચિનના પિતા વિક્રમ મોરેએ કહ્યું કે, તેની સાથે છેલ્લા ૧૦ દિવસ પહેલાં વાત થઈ હતી. સચિને અમને કહ્યું હતું કે ગલવાન ખીણમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. તેણે અમને ભરોસો આપ્યો હતો કે એ સંપૂર્ણ સ્વસ્થ છે અને અમને કહેતો કે તમને બિલકુલ પરેશાન થતાં નહીં. સચિન મોરેની નાસિકમાં સૈન્ય સન્માન સાથે અંતિમવિધિ કરાઈ હતી.

(12:00 am IST)