Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

લિબિયા અને તુર્કી વચ્ચે ભયંકર તણાવ :લીબિયાના ખલિફા હફ્તારે જળસીમાએ આપ્યા હુમલાના આદેશ

તુર્કી પર લીબિયા સંકટમાં તેમના વિરોધીઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો.

બેનગાઝી: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની સ્થિતિ ઉદભવી છે ત્યારે લિબિયા અને તુર્કી વચ્ચે ભયંકર તણાવ સર્જાયો છે લીબિયાના શક્તિશાળી ખલીફા હફ્તારે સુરક્ષા દળોને દેશની જળ સીમાની અંદર તુર્કીના પાણીના જહાજ અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે

 . ખલીફાના પ્રવક્તા જનરલ અહેમદ અલ મેસમારીએ શુક્રવારે જાણકારી આપતા તુર્કી પર  લીબિયા સંકટમાં તેમના વિરોધીઓને મદદ કરવાનો આરોપ  લગાવ્યો હતો

    અહેમદે કહ્યું કે વાયુસેનાને લીબિયાઈ જળસીમામાં તુર્કીના જહાજો અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે. તેમણે કહ્યું કે લીબિયામાં સશસ્ત્ર દળો દ્વારા તુર્કીની કંપનીઓ અને પરિયોજનાઓને નિશાન બનાવવાનું જરૂરી ગણાઈ રહ્યું છે

   હફ્તારની સ્વયંભૂ લીબિયન નેશનલ આર્મીનું લીબિયાના પૂર્વ અને મોટાભાગના દક્ષિણ ભાગ પર નિયંત્રણ છે. તેણે ત્રિપોલી પર નિયંત્રણ કરવા માટે એપ્રિલમાં હુમલો કર્યો હતો

(12:26 am IST)