Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રાયપુર રેલવેએ શંકાસ્પદ શખ્શ સાથે મદ્રેસાના બહાને મુંબઈ જતા 13 બાળકોને રેસ્ક્યુ કર્યા ;તસ્કરીની શંકા

શાલીમાર કુર્લા એક્સપ્રેસમાં ટિકિટ ચેકીંગ વેળાએ શંકા જતા તમામને દુર્ગ સ્ટેશન પર ઉતારી લીધા

 

રાયપુર : છત્તીસગઢનાં રાયપુર રેલવે વિભાગ દ્વારા એક શંકાસ્પદ શખ્શ સાથે મદ્રેસાના બહાને મુંબઈ લઇ જવાતા 13 બાળકોને રેસ્ક્યુ કરીને દુર્ગ સ્ટેશને ઉતારી લેવાયા છે આ અંગે માનવ તસ્કરીની શંકાને પગલે પૂછપરછ હાથ ધરાઈ છે

  રાયપુર રેલવેની  ટિકિટ ચેકિંગ સ્કવોર્ડની સતર્કતાનાં કારણે 13 બાળકોને રેસક્યુ કરવામાં આવ્યા છે. આ મુસિલ્મ બાળકોને મદરેસામાં ભણાવવાના બહાને લઇ જવાઇ રહ્યા હતા. ચેકિંગ સ્ટાફને તેની માહિતી રેલવે પ્રબંધક કાર્યાલયના કોમર્શિયલ કંટ્રોલ ઓફીસ રાયપુરમાં કરી. જેના પગલે ઉચ્ચ અધિકારીઓ તથા રેલવે સુરક્ષા દળે તમામ બાળકોને દુર્ગ સ્ટેશન પર ઉતારી લીધા હતા અને રેલવે સુરક્ષા દળને સોંપી દેવામાં આવ્યા હતા

 શાલીમાર કુર્લા એક્સપ્રેસમાં રાયપુર રેલમંડલ કોમર્શિયલ વિભાગ રાયપુરથી ટિકિટ ચેક કરતા 8 નંબરના કોચમાં પહોંચ્યા.હતા  ટિકિટ ચેકિંગ દરમિયાન સીટ 27-28 બર્થ પર લગભગ 6-14 વર્ષની ઉંમરનાં 12 કરતા પણ વધારે બાળકો મુસાફરી કરી રહ્યા હતા, તેમની સાથે એક વ્યક્તિ હતો જે તેમને મદરેસામાં અભ્યાસનાં બહાને લઇ જઇ રહ્યો હતો

  ટીટીઇને શંકા જતા તેણે બાળકો સાથે વાતચીત કરી. જો કે વાતચીતમાં સ્પષ્ટ જવાબ મળ્યો નથી. જેના પગલે તેણે સીઆરપીએફને આ અંગે માહિતી આપી હતી.

  તેમને મહારાષ્ટ્ર લઇ જઇ રહેલા વ્યક્તિની સીઆરપીએફ અને અધિકારીઓ દ્વારા કડક પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ મુદ્દે દુર્ગ તકિયાપારાનાં સરફરાઝ અહેમદ કુરેશીએ કહ્યું કે, તે બધા બાળકોને ભણાવવા માડે લઇ જઇ રહ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ રાજનાંદગામ સ્ટેશન પર 40 બાળકોના રેસક્યુંની તસ્કરીનો મોટો કિસ્ોસ સામે આવ્યો હતો. માનવતસ્કરીની ફરિયાદ બાદ આરપીએફએ રાજનાંદગામ રેલવે સ્ટેશન પર ટ્રેનથી 40 બાળકોને રેસક્યુ કર્યા હતા.

(11:34 pm IST)