Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જી-20 શિખર સંમેલનમાં ભાગ લઈ પીએમ મોદી ભારત પાછા ફર્યા : છેલ્લા દિવસે ખુબ જ વ્યસ્ત

અંતિમ દિવસે છ મિટિંગ કરી :વેપાર, આતંકવાદ સાથે લડાઈ, સમુદ્રી સુરક્ષા અને સ્પોર્ટ્સ જેવા મુદ્દે ચર્ચા

નવી દિલ્હી :જી-20 શિખર સંમેલનમાં ભાગ લઈને વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા છે પીએમ મોદી અંતિમ દિવસે ખુબ જ વ્યસ્ત રહ્યાં હતા તેઓએ ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, તુર્કી, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને ચિલીના નેતાઓની સાથે અલગ-અલગ બેઠક કરી હતી અને વેપાર, આતંકવાદ સાથે લડાઈ, સમુદ્રી સુરક્ષા અને સ્પોર્ટ્સ જેવા અલગ-અલગ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી

  પીએમ  મોદી બે દિવસીય જી-20 શિખર સંમેલન માટે જાપાનના ઓસાકામાં હતા. તેમણે શિખર સંમેલનના અંતિમ દિવસે પ્રથમ આધિકારિક વાર્તા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે કરી હતી. PM મોદીએ પાંચમા અને અંતિમ દિવસે 6 મીટિંગ કરી હતી. બંને નેતોઓએ વેપાર અને નિવેશ, રોકાણ અને સમુદ્રી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.

 પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે જી-20 શિખર સંમેલનના બીજા દિવસની શરુઆત એક મહત્વપૂર્ણ મિત્ર સાથે મુલાકાતથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-ઇન્ડોનેશિયાના સહયોગને મજબૂત કરવા રાષ્ટ્રપતિ જોકોવિ (જોકો વિડોડો)સાથે વાર્તા કરી.

  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક ટ્વિટમાં કહ્યું હતું કે સમગ્ર રણનીતિક ભાગીદારીને આગળ લઈ જતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 શિખર સંમેલન દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકોવિ સાથે ઉપયોગી મુલાકાત કરી હતી. વેપાર અને નિવેશ, રક્ષા, અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ વિસ્તારિત કરવાપર ચર્ચા કરી હતી અને હિન્દ-પ્રશાંત દ્રષ્ટિકોણ ઉપર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જાપાનમાં જી-20 સંમેલનમાં સામેલ થયા પછી ભારત પરત ફર્યા છે

(11:24 pm IST)