Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

AN32 ક્રેશ: દુર્ગમ વિસ્તારથી 17 દિવસ બાદ બચાવદળની સુરક્ષિત વાપસી

નવી દિલ્હીઃ AN32 વિમાન માટે શોધ અને બચાવ દળ 12 જૂનથી દૂર્ઘટના સ્થળે ડેરો નાખીને બેઠું હતું. તેને ઈન્ડિયન એરફોર્સ દ્વારા પરત લાવવામાં આવ્યા. તમામ સભ્યો ફિટ અને સુરક્ષિત છે. ALH અને Mi-17V5 હેલિકોપ્ટરનો ઉપયોગ કરી એરફોર્સના 15, આર્મીના 4 અને 3 નાગરિકોને લાવવાાં આવ્યા છે.

જેમાં સેના, વાયુસેના અને પર્વતારોહી સામેલ છે. વાયુસેનાએ વિમાનનો કાટમાળ જોયા બાદ 12 જૂને સિયાંગ જિલ્લાના જંગલોમાં બે કેલિકોપ્ટર દ્વારા 12 લોકોની ટીમને દૂર્ઘટના વાળી જગ્યા પાસે ઉતાર્યા હતા. સિયાંગ જિલ્લાના પરી પહાડોથી 19 જૂને 6 પાર્થિવ દેહ કાઢવામાં આવ્યા હતા. જે બાદ 20 જૂને અન્ય 7 પાર્થિવ દેહ મળી આવ્યા હતા.

 

એએન32એ 3 જૂને આસામના એરબેસથી ઉડાણ ભરી હતી. જે અરૂણાચલ પ્રદેશમાં લાપતા થઈ ગયું હતું. જેમાં વાયુસેનાના 8 ક્રૂ સહિત 13 લોકો સવાર હતા. વાયુસેનાએ શોધખોળ માટે સુખોઈ-30, સી130 જે સુપર હર્ક્યુલિસ, પી8આઈ એરક્રાફ્ટ, ડ્રોન અને સેટેલાઈટ્સ દ્વારા વિમાનનો પતો લગાવવાની કોશિશ કરી.

આ મિશનમાં વાયુસેના ઉપરાંત નૌસેના, સેના, ગુપ્તચર એજન્સીઓ, આઈટીબીપી અને પોલીસના જવાનો લાગ્યા હતા. ત્રણેય સેનાઓની મદદથી આઠ દિવસ સુધી મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન એમઆઈ-17 હેલિકોપ્ટરને અરુણાચલના જંગલોમાં વિમાનનો કાટમાળ દેખાયો હતો.

(10:43 pm IST)