Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

''ગમ ભૂલાને કે લિએ પીતા હૂં'': ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય મૂળના યુવાન ૩૦ વર્ષીય મિ.સિંઘનું નાગરિકત્વ રદઃ નશો કરી ડ્રાઇવીંગ કર્યુ હોવાથી ૩ વખત લાયસન્સ રદ થયુ હોવાની વાત છુપાવીઃ મોજશોખ માટે નહીં પણ ટેન્શન દૂર કરવા નશો કર્યો હોવાનો બચાવ

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય મૂળના યુવાન ૩૦ વર્ષીય મિ.સીંઘનું નાગરિકત્વ રદ કરાયુ હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે. તેણે નાગરિકત્વ મેળવવા માટેની અરજીમાં પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ ૩ વખત કેન્સલ થયુ હતું. તે બાબત છુપાવી હતી. તથા પોતે ગેરકાયદે નશો કરી ડ્રાઇવીંગ કર્યુ હતું તે માટે ૨૦૧૯,૨૦૧૧ તથા ૨૦૧૪ની સાલમાં ડ્રાઇવીંગ લાયસન્સ રદ થયાની વાત છુપાવી હતી.

જો કે મિ.સંીંધએ પોતે મોજશોખ માટે નહીં પણ ટેન્શન દુર કરવા માટે મજબૂરીથી નશો કરતો હોવાનું જણાવ્યું હતું.

(8:53 pm IST)