Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

''દેવ સ્નાન પૂર્ણિમાં'': યુ.એસ.ના હયુસ્ટનમાં આવેલા જગન્નાથ મંદિરમાં ૧૬ જુન ૨૦૧૯ના રોજ ઉજવાઇ ગયેલો ઉત્સવઃ જુદી જુદી ૧૦૮ નદીઓના પવિત્ર જલથી ભગવાન જગન્નાથજી, બલભદ્દજી, તથા સુભદ્દાજીને સ્નાન કરાવાયું: આગામી ૬ જુલાઇ ૨૦૧૯ના રોજ રથ યાત્રા નીકળશે

હયુસ્ટનઃ જેઠ માસની પૂનમના દિવસે ઓડિસા નિવાસી લોકો દ્વારા ઉજવાતો ઉત્સવ ''દેવ સ્નાન પૂર્ણિમાં'' ઉત્સવ તાજેતરમાં યુ.એસ.ના હયુસ્ટનમાં આવેલા જગન્નાથ મંદિરમાં ૧૬ જુન ૨૦૧૯ના રોજ ઉજવાઇ ગયો. આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્દજી, તથા સુભદાજીને ખાસ તૈયાર કરેલા મંડપમાં બિરાજમાન કરી જુદી જુદી ૧૦૮ પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરાવાયું હતું.

હવે આગામી ૬ જુલાઇ ૨૦૧૯ના રોજ જગન્નાથ મંદિર, હયુસ્ટન, ઓરિસ્સા કલ્ચરલ ફાઉન્ડેશન, તથા સિતારામ ફાઉન્ડેશનના સંયુકત  ઉપક્રમે 'રથયાત્રા' ઉત્સવ ઉજવાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.  

(8:51 pm IST)