Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

યુ.એસ.ની બોસ્ટન આર્કિટેકચરલ કોલેજના પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ દાસની નિમણુંકઃ ૧૨ જુલાઇ ૨૦૧૯થી હોદો સંભાળશે

 

 

બોસ્ટનઃ યુ.એસ.માં બોસ્ટન આર્કિટેકચરલ કોલેજ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ કોલેજના ૮મા પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ દાસની નિમણુંક કરી છે. તેઓ ૧૨ જુલાઇ ૨૦૧૯થી હોદો સંભાળશે.

ઉપરોકત હોદા ઉપર નિમણુંક મળવાથી શ્રી દાસએ ખુશી વ્યકત કરી છે તથા પોતાની આ કોલેજના સ્ટુડન્ટસને વિશ્વ કક્ષાએ ડીઝાઇન, ડેવલપમેન્ટ તથા બિલ્ડીંગ ક્ષેત્રે નામના અપાવવાની નેમ વ્યકત કરી છે.

(8:49 pm IST)