Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મોનસુન નબળું પડતા ખરીફ પાક ઉપર માઠી અસર રહેશે

ખરીફ પાક માટે જુલાઈ મહિનો મહત્વપૂર્ણ રહેશે : વરસાદનો આંકડો ઓછો રહેતા ખેડુત સમુદાય ચિંતાતુર

નવી દિલ્હી,તા. ૨૯ : ૩૦મી જુન બાદ મોનસુનમાં મજબુતી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. જુલાઈ મહિનામાં ઓછા દબાણની સ્થિતિ સર્જાઈ રહી છે. જેના પરિણામ સ્વરૂપે મોનસુની વરસાદ જોરદાર રહી શકે છે. ખરીફના પાક માટે આ મહિનો ખુબ મહત્વપૂર્ણ રહેશે. મોનસુનમાં જુલાઈ મહિનાને સૌથી વધારે વરસાદવાળા મહિના તરીકે ગણવામાં આવે છે. ખેડુત સમુદાયના લોકો જુલાઈ મહિનામાં સારા વરસાદની અપેક્ષા વચ્ચે તેમણી વાવણીમાં લાગી ગયા છે. પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ભારતમાં નબળા મોનસુનના કારણે ચિંતા જોવા મળી રહી છે.  મુંબઈ અને કેટલાક વિસ્તારોને છોડી દેવામાં આવે તો દેશના બીજા વિસ્તારોમાં મોનસુનની ગતિ હજુ અપેક્ષા કરતી ધીમી રહી છે. હજુ સુધી દેશભરમા ઓછો વરસાદ થયો છે. મોનસુન નબળું રહેવાના કારણે ખરીફ પાકને નુકસાન થઇ શકે છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં હજુ પણ સામાન્યથી અડધો વરસાદ થયો છે. પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ભારતમાં પણ મોનસુનનો વરસાદ સામાન્ય કરતા ઓછો રહ્યો છે. અલબત્ત મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં સારો વરસાદ થઇ રહ્યો છે. મોનસુન કમજોર પડવાના કારણે ખરીફ પાક ઉપર અસર થઇ છે. મોટાભાગના ખરીફ પાકની વાવણી પ્રક્રિયા જુલાઈમાં હાથ ધરવામાં આવે છે. હજુ સુધી દેશભરમાં ૩૬ મીટ્રરલોજિકલ સબ ડિવિઝનમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ થયો છે. બંગાળના અખાતની આસપાસ ઓછા વરસાદના કારણે હાલત કફોડી બની છે. આઈએમડીના મુખ્ય મોનસુન નિષ્ણાત સિસ્ટમ હજુ સંપૂર્ણપણે તરફેણવાળી દેખાઈ રહી નથી. બંગાળના અખાતની આસપાસ કોઇ હલચલ રહેશે તો જ સારો વરસાદ રહેશે. જુનથી હજુ સુધી એક લો પ્રેશરની સ્થિતિ બંગાળના અખાત ઉપર સર્જાઈ ચુકી છે. જુલાઈમાં ખુબ સારો વરસાદ થશે અને સામાન્ય કરતા એક ટકા વધુ વરસાદ નોંધાશે.

(7:37 pm IST)