Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મની લોન્ડરિંગ કેસ : ચંદા કોચર, તેના પતિ દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની મુશ્કેલીમાં વધારો :ઇડી દ્વારા ફરી પૂછપરછ

આ અગાઉ પણ ત્રણેયની આ કેસમાં અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે.

નવી દિલ્હી : ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં ICICI બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતની પૂછપરછ કરી હતી. ઇડીના અધિકારીઓનાં જણાંવ્યા અનુસાર રેગ્યુલર સમન્સ હેઠળ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ત્રણેયના નિવેદન નોંધવામાં આવ્યા હતાં.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ત્રણેયની આ કેસમાં અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે. ઇડીએ ગયા મહિને જ પોતાની દિલ્હી ઓફિસમાં ચંદા કોચર અને દીપક કોચરની અનેક સેશનમાં પૂછપરછ કરી હતી.એજન્સી હવે કોચર દંપતિની મિલકતોની વિગતો મેળવી રહી છે. જો જરૂર પડશે તો એન્ટી મની લોન્ડરિંગ લો હેઠળ તેમની મિલકતો ટાંચમાં લેવામાં આવશે.

   દીપક કોચરના ભાઇ રાજીવ કોચરની પણ ઇડીએ પૂછપરછ કરી હતી. એક માર્ચે ઇડીએ દરોડા પાડયા પછી કોચર દંપતિ અને ધૂતની ઇડીની મુંબઇમાં આવેલી ઝોનલ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી.

આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વિડિયોકોન જૂથને આપવામાં આવેલી ૧૮૭૫ કરોડ રૂપિયાની લોન આપવામાં આચરવામાં આવેલી ગેરરીતિ બદલ ચંદા કોચર, દીપક કોચર, ધૂત અને અન્ય વિરુદ્ધ ઇડીએ પીએમએલએ હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો

(6:08 pm IST)