Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રાજકોટમાં ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ભારે ઝાપટા યથાવત

રાજકોટ, તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાનો માહોલ જામતો જાય છે. આવા વાતાવરણ વચ્ચે આજે રાજકોટમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યા બાદ સાંજના ૪:૩૦ વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ શરૃ થયો છે આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. આજે દિવસ દરમિયાન ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં અને તળાજામાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

(5:06 pm IST)