Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ATM ટ્રાન્ઝેકશન ફેઇલ થશે તો બેન્ક પેનલ્ટી ચૂકવશે

સાત દિવસની અંદર રિફંડ ન મળે તો પ્રતિદિન રૂ. ૧૦૦ ખાતેદારને પેનલ્ટી ચૂકવવી પડે

નવી દિલ્હી તા. ર૯ :.. એવું ઘણી વાર થાય છે કે જયારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો અને કોઇ કારણસર પૈસા બહાર નીકળતા નથી અને તેમ છતાં તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે તેને ફેઇલ્ડ એટીએમ ટ્રાન્ઝેકશન કહેવામાં આવે છે. આવા કિસ્સામાં તમારા ખાતામાંથી ઉધારવામાં આવેલ પૈસાનું રીફંડ તમને આપોઆપ મળી જાય છે અને જો આવું ન થાય તો તમે કસ્ટમર કેરને ફોન કરીને અથવા મેઇલ દ્વારા ફરીયાદ કરી શકો છો અને તેના આધારે તમને રિફંડ ચુકવવામાં આવે છે.

આરબીઆઇના ડેટા અનુસાર નાણાકીય વર્ષ ર૦૧૮ માં આ પ્રકારના ૧૬ હજાર કેસ નોંધાયા હતાં, પરંતુ શું તમે જાણો છો કે બેન્ક  જો રિફંડ આપવામાં વિલંબ કરે તો તેને ફાઇન ચૂકવવો પડે છે? આરબીઆઇના નિયમ અનુસાર જે દિવસે તમે ફેઇલ્ડ ટ્રાન્ઝેકશનની ફરીયાદ કરો છો અને તેના વર્કિંગ ડે માં જો તમને રિફંડ ન મળે તો બેન્કે પ્રતિ દિન રૂ. ૧૦૦ ના હિસાબે તમને પેનલ્ટી ચૂકવવી પડે છે.

જો તમારે ફરીયાદ કરવી હોય તો ૩૦ દિવસની અંદર તમારે ફેઇલ્ડ ટ્રાન્ઝેકશન અંગે ફરીયાદ કરવાની રહે છે, જો કે બેન્ક દ્વારા એવી કમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે ફેઇલ્ડ એટીએમ ટ્રાન્ઝેકશનના કિસ્સામાં  ર૪ કલાકમાં તમને રિફંડ મળી જાય છે.

(4:14 pm IST)