Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ચોમાસુ ગુજરાત અને એમ.પી.માં આગળ વધ્યું : ૪૮ કલાક ભારે વરસાદની આગાહી

અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ અને ગિર સોમનાથમાં ભારે વરસાદ પડશેઃ દક્ષિણ ગુજરાતને લાગુ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની હવામાન ખાતાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. નૈઋૃત્યનું ચોમાસું ગુજરાતમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, નોર્ધન લિમિટ ઓફ દ્વારકા-અમદાવાદમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસ એટલે ૪૮ કલાકમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે.

 હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નૈઋૃત્યનું ચોમાસું ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન ૨૨ અક્ષાંસ/૬૦ દક્ષાંસથી દ્વારકા, અમદાવાદ, ભોપાલ, જબલપુર, પેન્દ્રા, સુલતાનપુર, લમખીપુર ખેરી, મુકતેશ્વરમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી ૧ જુલાઈથી ૩ જુલાઈ દરમિયાન નૈઋૃત્યનું ચોમાસું મધ્ય, પશ્યિમ ભારતમાં વધુ આગળ વધશે.

 હવામાન વિભાગ જણાવે છે અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. આજે અને કાલે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાનની ખાનગી સંસ્થાનાં જણાવ્યાં પ્રમાણે, રવિવારે સવારનાં સમયે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. 

 રાજયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કાલ સવારથી વરસાદ વરસી રહ્યો છે, જયારે ભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે.

 ઉત્ત્।ર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. જયારે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓમાં પણ વરસાદની શકયતા સેવાઈ રહી છે. જેને લઈને દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળશે. આમ, રાજયભરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 

સમગ્ર ગુજરાતમાં ફઝ્રય્જ્ ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં વડોદરામાં ૭, તેમજ સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં ૧-૧ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જયારે રાજકોટ ગાંધીનગરમાં ૨-૨ ટીમો મૂકવામાં આવી છે.

 મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

(3:48 pm IST)