Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મંગળવારે ખગ્રાસ સૂર્યગ્રહણઃ ભારતમાં નહિ દેખાય

દ.પેસીફીક, આર્જેન્ટીનાના અમુક પ્રદેશો અદ્દભુત જોવા મળશેઃ ચીલી, દ.અમેરિકા, અમુક પ્રદેશોમાં દેખાશેઃ સૂર્યગ્રહણ ૪ કલાક ૫૦ મિનિટ સુધી રહેશે

રાજકોટ,તા.૨૯: દુનિયાના અમુક દેશો અને પ્રદેશમાં મંગળવાર તા. ૨-૩ જુલાઈએ ખગ્રાસ- ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં કોઈ સ્થળે આ ગ્રહણ જોવા મળશે નહિ. વર્ષ ૨૦૧૯નું ત્રીજું ગ્રહણ જોવામાં ભારતના લોકો વંચિત રહેવાના છે. વિશ્વના વૈજ્ઞાનિકો ખગ્રાસ સૂર્યગ્રહણની ગતિવિધ જાણવા દક્ષિણ પેસેફિક અને આર્જેન્ટિનાના સન જૌન શહેરમાં પડાવ નાખી દીધો છે. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ માટે ભારત જન વિજ્ઞાન જાથાની તદ્દન અપ્રસ્તુત છે. ગ્રહણ સમયે વૈજ્ઞાનિકો માનવકલ્યાણકારી સંશોધનો કરે છે. જયારે જયોતિષીઓ ભ્રમમાં નાખે છે.

ભારતીય સમય મુજબ ગ્રહણનો સમય ભૂમંડલે ગ્રહણ સ્પર્શઃ ૨૨ કલાક ૨૫ મિનિટ ૦૮ સેકેન્ડ, ગ્રહણ સંમિલન ૨૩ કલાક ૩૧ મિનિટ ૦૪ સેકેન્ડ, ગ્રહણ મધ્યઃ ૨૪ કલાક ૫૨ મિનિટ ૫૩ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન ૨૬ કલાક ૧૪ મિનિટ ૪૪ સેકન્ડ ગ્રહણ મોક્ષ ૨૭ કલાક ૨૦ મિનિટ ૩૩ સેકન્ડ ગ્રહનું ગ્રાસમાન ૧.૪૫૯ વિશ્વના પ્રદેશોમાં આશરે ૪ કલાકને ૫૦ મિનિટ સુધી જોવા મળશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો વિશ્વના લોકો વિજ્ઞાન ઉપકરણથી જોઈ શકવાના છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું આંખ માટે નુકશાનકારક છે. જે તે પ્રદેશ- વિસ્તારોમાં જબરી ઉત્કંઠા છે. વૈજ્ઞાનિકોએ નજારો જોવા પોતાની જગ્યા નિયત કરી લીધી છે. તેઓ માનવ કલ્યાણકારી સંશોધનો કરવાના છે. વિજ્ઞાનથી માનવજાત અતિ સુખ- સંપન્ન થઈ છે. તેથી વિજ્ઞાનની મદદ વિના ચાલતુ નથી. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા, કુરિવાજો, કર્મકાન્ડો, પ્રદેશ મુજબ જાત- જાતની માન્યતાઅઓ પ્રવર્તીતે છે. તેનાથી ભારતના લોકોની વિદેશમાં અંધશ્રધ્ધાના કારણે ટીકા- ટિપ્પણી જોવા મળે છે જે દુઃખદ છે.

અવકાશી ગ્રહણો માત્રને માત્ર પરિભ્રમણ, ભૂમિતિની રમત છે. તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે. ગ્રહણને માનવજીવન તેની દૈનિકક્રિયા સાથે સ્નાન સૂતક સંબંધ નથી. ભારતમાં ગ્રહણ દેખાય તો પાળવાનું, ન દૈખાય તો પાળવાનું નહિ વિગેરે નિયમો જાથાએ અવારનવાર અવૈજ્ઞાનિક સાબિત કર્યા છે. જાથાને અવકાશી ઘટનાની પળેપળની માહિતી આપવાનું રાષ્ટ્રીય અભિયાન આદર્યું છે. વિશેષ માહિતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(1:09 pm IST)