Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

છોટાઉદેપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ : અશ્વિની નદી બે કાંઠે

નસવાડી, પાવીજેતપુર અને બોડેલીમાં ભારે વરસાદ

છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. છોટાઉદેપુરના નસવાડી, પાવી જેતપુર અને બોડેલીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને આ સારા વરસાદના પગલે ખેડૂતોમાં વર્ષ સારું રહે તેવી આશા બંધાઇ છે.ત્યારે ભારે વરસાદ પડતા નસવાડીમાં આવેલી અશ્વિની નદી બે કાંઠે થઇ છે. ત્યારે નદીનો નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

(12:50 pm IST)