Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સુરતમાં સાંબેલાધારે વરસાદ : સિવિલ હોસ્પિટલમાં પાણી ઘુસ્યા : ઓલપાડ - કોસંબામાં અનેક સ્થળોએ પાણી ભરાયા

સિવિલના ટ્રોમા સેન્ટરથી સુપ્રિટેન્ડેટની ઓફીસમાં પાણી ઘૂસી ગયા

સુરતમાં મોડી રાતે થયેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરતના ઓલપાડ અને કોસંબામાં ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

 સુરતના ઓલપાડ અને કોસંબામાં માત્ર એક કલાકની વરસાદની હેલીમાં સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો. ધોધમાર વરસાદના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. સિવિલના ટ્રોમા સેન્ટરથી સુપ્રિટેન્ડેટની ઓફીસમાં પાણી ઘૂસી ગયા છે. જેને લઇ દર્દીઓ અને તેમની સાથેના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

(12:48 pm IST)