Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદી માહોલ

રાજ્યમાં ચોમાસાનું આગમન થયુ છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કાલ સવારથી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે  ભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે.

 ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળશે. આમ, રાજ્યભરમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

(12:40 pm IST)