Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

એસબીઆઈ આકરાપાણીએ : ફાર્મા, જેમ્સ, જવેલરી અને પાવર સેક્ટર કંપનીઓ પર તૂટી પડી : 10 વિલફુલ ડિફોલ્ટરના નામ જાહેર કર્યા

મોટાભાગની કંપનીઓ મુંબઈની : કેટલાક ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પણ ઝપટે

નવી દિલ્હી :ભારતીય સ્ટેટ બેન્કએ ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ, જ્વેલરી અને પાવર સેક્ટરની 10 મોટી કંપનીઓ અને તેના મુખ્ય અધિકારીઓના નામોનો ખુલાસો કરતા તેને વિલફુલ ડિફોલ્ટર એટલેકે જાણી જોઈને દેવું ન ચુકવતા કરજદારો જાહેર કર્યા છે. આમાં મોટા ભાગની કંપનીઓ મંબઈની છે. સૌથી મોટા ડિફોલ્ટર સ્પૈનકો લિમિટેડ છે, જેમના પર દેવા રૂપે 3,47,30, 46,322ની ધિકતી રકમ વસુલવાની છે.

SBIએ જણાવ્યુ કે આ તમામ ડિફોલ્ટર્સની પાસે દેવાના ભાગ રૂપે લેવામાં આવતી રકમ 1,500 કરોડ રૂપિયા છે તેમનું દેવુ ભરપાઈ કરવા માટે આ તમામને વારંવાર તાકીદ કરવામાં આવી છે. કુફે પરેડ સ્થિત સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ બ્રાન્ચ 1 દ્વારા જાહેર કરવામાં આવેલી સાર્વજનીક સૂચના અનુસાર આ દેવાદારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજા સેક્ટરની કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં સૌથી મોટા ડિફોલ્ટર સ્પૈનકો લિમિટેડ છે, જેમની પાસે લેવામાં આવતી રકમ 3,47,30, 46,322 રૂપિયા છે. કંપનીનું કાર્યાલય સિયોન સ્થિત ગોદરેજ કોલિસિયમમાં અને તેમના બે નિર્દેશકો કપિલ પુરી અને તેમની પત્ની કવિતા પુરી પાસે ચેમ્બુરમાં રહે છે.

બીજો ડિફોલ્ટર અંધેરી સ્થિત કૈલિક્સ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ છે, જેમની પાસે 3,27,81,97,772 દેવાની રકમ થાય છે. તેમના નિર્દેશક સ્મિતેશ સી. શાહ, ભારત એસ. મહેતા અને રજત આઈ દોશી છે અને તમામ લોકો મુંબઈના છે. તો રાયગઢ સ્થિત લોહો ઇસ્પાત લિમિટેડની પાસે દેવાની રકમ 2,87,30,52,225 છે.

આ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર રાજેશ જી. પોદ્દાર છે જ્યારે બીજા નિર્દેશકોમાં અંજૂ પોદ્દાર છે. મનીષ ઓ. ગર્ગ અને સંજય બંસલ જેવા નામની યાદી મુખ્ય અધિકારીઓના નામથી જાહેર કરવામાં આવ્યા છે.

આ તમામ પર SBI હવે શકંજો કસી રહ્યું છે. આ તમામ ડિફોલ્ટર કંપનીઓ આંખ આડા કાન કરી રહી તેવો બેન્કનો આરોપ છે. કંપની અને તેના મુખ્ય અધિકારીઓના નામ જાહેર કરી બેન્કે પાતાના આક્રમક વલણને સ્પષ્ટ કર્યુ છે. અને હવે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ કરી છે.

(12:25 pm IST)