Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રેલવેની નોકરીઓમાં ૫૦ ટકા જગ્યા મહિલાઓ માટે અનામત રખાશે

મુંબઈ, તા.૨૯: દેશમાં શિક્ષિત તરુણો અને તરુણીઓ માટે મોદી સરકાર તરફથી એક આનંદના સમાચાર છે. ભારતીય રેલવેમાં ૯૦૦૦ કોન્સ્ટેબલ અને ઉપ-નિરીક્ષકોની ભરતી માટે મહિલાઓ માટે ૫૦ ટકા જગ્યા અનામત રાખવામાં આવશે એવી જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે.

રેલવે વહીવટીતંત્રમાં ૯૦૦૦ પદો પર ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ ગોયલે કહ્યું હતું કે ૫૦ ટકા પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.

રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)માં મહિલા કોન્સ્ટેબલ્સની સંખ્યા હાલ દ્યણી જ ઓછી છે અને સરકારે આવી ખાલી ૯૦૦૦ નોકરીઓમાં ૫૦ ટકા નોકરીઓ મહિલાઓ માટે અનામત રાખવાનો સરકારે નિર્ણય લીધો છે.

ભારતીય રેલવે ટૂંક સમયમાં જ અઢી લાખ નવી નોકરીઓ પૂરી પાડશે. હાલ દોઢ લાખ ખાલી પદો પર તો ભરતીની પ્રક્રિયા ચાલુ છે. આમ, રેલવે તંત્ર વધુ ૪ લાખ નોકરીઓ પૂરી પાડશે.

આજે લોકસભામાં લેખિત ઉત્ત્।રમાં ગોયલે કહ્યું કે રેલવેમાં ખાલી પદો પર નવી ભરતીની પ્રક્રિયાની શરૂઆત ૨૦૧૮માં જ કરવામાં આવી હતી. કોન્સ્ટેબલ્સ, તથા સબ-ઈન્સ્પેકટરો માટે નક્કી કરાયેલા અનુક્રમે ૮,૬૧૯ અને ૧,૧૨૦ ખાલી પદ પર અનુક્રમે ૪,૨૧૬ અને ૨૦૧ પદ મહિલાઓ માટે અનામત રખાયા છે. ભરતીની આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂરી કરાશે અને એ સાથે જ રેલવે પોલીસ ફોર્સમાં મહિલા કોન્સ્ટેબલ્સ તથા અધિકારીઓની સંખ્યા ઓર વધશે. ગોયલે પ્રશ્નોત્તરી દરમિયાન કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાનો મામલો રાજય સરકારની જવાબદારીનો છે. આરપીએફ રેલવેના માળખાના રક્ષણની જવાબદારી સંભાળે છે જયારે ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) કાયદો અને વ્યવસ્થાની દેખરેખ સંભાળે છે અને તે રાજય સરકાર અંતર્ગત આવે છે.(૨૩.૬)

(11:41 am IST)