Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઇસરોએ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના કરી : રિસર્ચ- વિકાસને આપશે વેગ :

વ્યાવસાયિક ઉપયોગ થશે કંપનીએ સ્મોલ સેટેલાઈટ લોન્ચ વેહિકલ દ્વારા ઉપગ્રહ પણ લોન્ચ કરશે

 નવી દિલ્હી : ઈસરોએ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ના નામથી કંપની બનાવી છે. જે રિસર્ચ અને વિકાસને વેગ આપશે ઈસરો વ્યવસાયિક રીતે તેનો ઉપયોગ કરશે. કેન્દ્રીય રાજયમંત્રી જિતેન્દ્ર સિંહે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિશેની માહિતી આપી છે.

રાજયમંત્રીએ કહ્યું એનએસઆઈએલ ઈસરો માટે વ્યવસાયિક રીતે સ્પેસ એજન્સીના રિસર્ચ અને વિકાસનું કામ કરશે. તે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી) બનાવશે, તે સાથે જ કંપની સ્મોલ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (એસએસએલવી) દ્વારા ઉપગ્રહને લોન્ચ પણ કરશે. કંપની ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની વધતી જરૂરિયાતોને પૂરી કરવા હાઈ ટેકનોલોજીનું નિર્માણ કરશે

NSIL ઈસરો માટે દેશ અને વિદેશથી ટેકનોલોજી ટ્રાન્સફર અને અન્ય માધ્યમો દ્વારા કમાણી કરશે. કંપની આ વર્ષે ૬ માર્ચના રોજ શરૂ કરવામાં આવી છે. આ કંપનીનો હેતુ ઈસરોનું રિસર્ચ અને વિકાસ ગતિવિધિઓનો આંકડાકિય ઉપયોગ કરવાનો છે. NSIL અંતરિક્ષ ક્ષેત્રે ભારતીય ઉદ્યોગોને આગળ વધારશે. કંપનીની શરૂઆત ૧૦૦ કરોડ મુડી સાથે કરવામાં આવી છે. એન્ટ્રિકસ લિમિટેડ અસરોનો એક અન્ય સાર્વજનિક ઉપક્રમ છે જે વાણિજિયક શાખા તરીકે કામ કરે છે.

(11:37 am IST)