Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જુનમાં રિસમાણે રહ્યા મેઘરાજાઃ ૧૦૦ વર્ષમાં પાંચમી ઘટના

દેશભરમાં જુન મહિનામાં સામાન્યથી ૩૫ ટકા ઓછો વરસાદ પડયોઃ જુનમાં ૧૫૧-૧ મીમી વરસાદ પડવો જોઇએ તેના બદલે પડયો માત્ર ૯૭.૯ મીમી

નવી દિલ્હી, તા.૨૯: આ વર્ષે જૂનના મહિનામાં ખુબજ ગરમી જોવા મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૦૦ વર્ષોમાં એ પાંચમો સૌથી સૂકો જૂન રહ્યો. દેશભરમાં જૂનના મહિનામાં વરસાદ અંદાજે ૩૫ ટકા ઓછો રહ્યો છે. મહિનાને ખત્મ થવામાં અંદાજે બે દિવસ બાકી રહ્યા છે. અને આ વાતની આશા ખુબજ ઓછી છે કે આ સંભાવના ખુબજ ઓછી રહી છે. સામાન્ય રીતે જૂન મહિનામાં ૧૫૧ મીલીમીટર વરસાદ થાય છે. પરંતુ આ મહિને અત્યાર સુધીમાં આ આંકડો ૯૭.૬ મીલીમીટર જ રહ્યો છે.

આ મહિનાનો અંત ૧૦૬ થી ૧૨૨ મીલીમીટર સુધી વરસાદ થવાની આશા છે. ૧૯૨૦ બાદ થી એવા ૪ જ વર્ષ હતા., જયારે આટલી હદે સૂકો રહ્યો હતો. ૨૦૦૯માં સૌથી ઓછો ૮૫.૭ મીલીમીટર, ૨૦૧૪માં ૯૫.૪, ૧૯૨૬માં ૯૮.૭ મીલીમીટર અને ૧૯૨૩માં ૧૦૨ મીલીમીટર વરસાદ થયો હતો. ૨૦૦૯ અને ૨૦૧૪ બન્ને વર્ષ એવા હતા જયારે મોનસુન અલનીનોના પ્રભાવના કારણે નબળું રહ્યું હતુ. આ વર્ષે પણ આવી જ સ્થિતિ છે.

અલનીનોના પ્રભાવના કારણે પૂર્વી અને મધ્ય પ્રશાંત મહાસાગરની સપાટીએ અસામાન્ય રૂપથી ગરમીની સ્થિતિ હોય છે. તેનાથી હવાઓનું ચક્ર પ્રભાવિત હોય છે. અને તે ભારતીય મોનસુન પર અત્યન્ત વિપરીત પ્રભાવ કરે છે. આ વર્ષે હવામાન વિશેષજ્ઞોએ અગાઉથી જ અલનીનો મોડું સક્રિય થવાના અને નબળું રહેવાની આશંકા વ્યકત કરી હતી. જોકે ગયા સપ્તાહે સ્થિતિમાં કંઈક સુધારણા જોવા મળી અને એવા વિસ્તારોમાં, મરાઠાવાડ અને વિદર્ભમાં પણ વરસાદ થયો જે લાંબા સમયથી સુકાની માર શાન કરી રહ્યા હતા. જો કે એક સારા સમાચાર સાંભળવા મળ્યા છે. રવિવાર ૩૦ જૂન સુધી બંગાળની ખાડીમાં ઓછા દબાણની સ્થિતિ બની રહી છે. તેના લીધે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઓડિશા, મધ્ય ભારત અને ઉત્તર પશ્યિમ ભારતમાં સારો વરસાદ થઇ શકે છે.

(11:31 am IST)