Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

હવે ITR ભરવું સાવ ઈઝી બન્યું: ફોર્મમાં જાતે જ ભરી શકાશે

નવી દિલ્હી, તા.૨૯: ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ કરદાતાઓ માટે ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવું શકય તેટલું સરળ બનાવવા માંગે છે. સરકારે આ દિશામાં હવે એક નવી પહેલ કરી છે. ITR 1માં તમને સેલેરી, ફિકસ્ડ ડિપોઝિટથી થયેલી આવક અને TDS વિગતો પહેલેથી ભરેલી જ મળશે. અગાઉ લોકોએ જાતે આ વિગતો ભરવી પડતી હતી. આ વિગતો ફકત ITR 1માં જ ભરી શકાશે.

ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટનું સોફ્ટવેર હવે ફોર્મ ૨૬ખ્માંથી આ વિગતો મેળવીને જાતે જ PAN, તમારા એમ્પલોયર અને ફાઈલ કરેલા TDS રિટર્ન અને ગયા વર્ષના ITRનો ઉપયોગ કરશે. ફોર્મમાં આ વિગતો પહેલેથી જ ભરાઈ જશે પરંતુ તમે તેમાં ફેરફાર કરી શકો છો. પહેલેથી અપાયેલા આંકડામાં કોઈ ફેરફાર કે ભૂલ હોય તો તમે સુધારી શકો છો.

આ સુવિધા www.incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જઈ ITR 1 ફોર્મ ભરનારા ટેકસ પેયર્સને જ મળશે. તમે એકસેલ કે જાવાના માધ્યમથી ફોર્મ ભરશો તો આ વિગતો તમારે જાતે જ ભરવી પડશે.

ઈન્કમ ટેકસ વિભાગના જણાવ્યા મુજબ ITR ફોર્મમાં નીચેની વિગતો પહેલેથી ભરેલી આવશે.

૧. PANના ડેટાબેઝથી પાન, નામ, બર્થ ડેટ

૨. ઈ-ફાઈલિંગ પ્રોફાઈલથી એડ્રેસ, આધાર નંબર, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી

૩. ફોમ  26ASથી ટેકસ પેમેન્ટ, TDS અને TCS ડિટેલ્સ

૪. ગયા વર્ષે ITRથી મકાનનો પ્રકાર

૫. ફોર્મ 26ASથી હાઉસ પ્રોપર્ટીથી ઈનકમ

૬. ફોર્મ 26ASથી ટર્મ ડિપોઝિટ પર થયેલી વ્યાજની આવક

૭. ઈનકમટેકસ રિફંડથી સેકશન 244A અંતર્ગત વ્યાજથી થયેલી આવક

૮. ફોર્મ 24Qના એનેકસર 2થી કલમ 89 અંતર્ગત મળેલી ટેકસની છૂટ

૯. જૂના ITR અને ઈ-ફાઈલિંગ પોર્ટલથી બેન્ક એકાઉન્ટ ડિટેઈલ

જો તમે ખોટી માહિતી ભરશો તો તમને ઈનકમ ટેકસની નોટિસ પણ આવી શકે છે.

ટેકસ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ફોર્મ 16 અને 24Q (એમ્પ્લોયર દ્વારા ફાઈલ કરાતા TDS રિટર્ન)ના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. ઉપરાંત આ વર્ષે ITR-1 ફોર્મનું ફોર્મેટ પણ ફોર્મ-16 જેવું કરી દેવાયું છે. આ વખતે કરદાતાએ ફોર્મ 16ની વિગતો કોપી કરી ITR-1 ફોર્મમાં ભરવાની રહેશે.

(10:02 am IST)