Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પુણેમાં વરસાદને પગલે પાર્કિંગની દીવાલ ધસી પડતા 17 મજૂરોના મોત : 2 ગંભીર

એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી : 60 ફૂટ લાંબી દીવાલ ઘસી પડતા અનેક દબાયા : મૃતકોમાં મોટાભાગના બિહાર અને બંગાળના મજૂરોનો સમાવેશ

મહારાષ્ટ્રના પુણેમાં શનિવારની મોડી રાતે કોંધવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતા 17 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે . દીવાલ ધસી પડતાં કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે. ઘટના સ્થળ પર એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે અને રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે.

   શનિવારની રાતે પુણેમાં ભારે વરસાદને પગલે 60 ફૂટ લાંબી કમ્પાઉન્ડની દિવાસ ઘસી પડતા બાજુમાં આવેલી ઝુપડા પર પડી જેમાં સુતેલા લોકો દબાઇ ગયા. ફાયર વિભાગ અનુસાર મૃતકોમાં 4 બાળકો પણ સામેલ છે. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર ચાલી રહીં છે.

  પ્રાથમિક તપાસમાં કન્ટ્રક્શન કંપનીની ભૂલના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં મોટાભાગે બિહાર અને બંગાળના લોકો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગઇ કાલે ભારે વરસાદ પડતા પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક ફ્લાઇટો રદ કરવી પડી હતી જ્યારે રેલ્વે અને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.

  માર્ગ અને પાટા પર ઠેર ઠેર પાણી ભરાતા રેલવે પ્રશાસન તેમજ મુંબઈ મહાનગર પાલિકાના દ્વારા કરાયેલા તમામ દાવાઓ પર પાણી ફરી ગયું હતું. એટલે કે પોકળ સાબિત થયા હતા. મુંબઈગરાના જનજીવન પર માઠી અસર પડી હતી.

(12:23 pm IST)