Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આતંકવાદ માનવતાની સામે સૌથી મોટો ખતરો છે : મોદી

મોદીની બ્રિકસ નેતઓની સાથે બેઠક યોજાઇ : આતંકવાદીઓ માત્ર નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા નથી : બલ્કે સામાજિક સ્થિરતા-વિકાસને અસરો કરે છે : મોદી

ઓસાકા,તા. ૨૮: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ત્રાસવાદ માનવતાની સામે સૌથી મોટો ખતરો રહેલો છે. કારણ કે ત્રાસવાદીઓ માત્ર નિર્દોષ લોકોને જ મોતને ઘાટ ઉતારી રહ્યા નથી બલ્કે આના કારણે સામાજિક સ્થિરતા અને આર્થિક વિકાસને પણ અસર થઇ રહી છે. ઓસાકામાં અનૌપચારિક બ્રિકસ નેતાઓની બેઠકમાં મોદીએ આ મુજબની વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે ત્રાસવાદને તમામ પ્રકારના સમર્થનને રોકી દેવાની જરૂર છે. વંશવાદ અને પક્ષપાતને કોઇ કિંમતે ચલાવી લેવાય નહીં. તેમણે કહ્યુ હતુ કે ત્રાસવાદ આજે વિશ્વની સામે ખતરો હોવાની સાથે સાથે પડકાર પણ છે.જી-૨૦ શિખર બેઠકના ભાગરૂપે ઓસાકામાં પહોચેલા મોદીએ જુદા જુદા વિષય પર વાત કરી હતી.

મોદીએ કહ્યુ હતુ કે ડિજિટલાઇઝેશન જેવા ફાસ્ટ ચેન્જિંગ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં વિકાસ ખુબ મોટી બાબત છે. બાવિ પેઢીની સાથે સાથે અન્ય લોકો માટે પણ આજે ક્લાઇમેટ પડકારરૂપ છે. મોદીએ તેમના સંબોધનમાં ડબલ્યુટીઓને મજબુત કરવા, સંરક્ષણવાદની સામે લડવા અને એનર્જી સિક્યુરિટીની ખાતરી કરવા જેવા વિષય પર વાત કરી હતી. ત્રાસવાદની સામે સાથે મળીને લડવાનો સમય પણ આવી ગયો છે. આતંકવાદની સામે લડવાની બાબત ખુબ સર્વસામાન્ય બની ગઇ છે.

 

(8:59 am IST)