Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

યુ.એસ.માં પ્રતિબંધિત દવાઓ ઘુસાડવાનો ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસમેન ઉપર આરોપ : ર૦૧પ થી ર૦૧૭ ની સાલમાં ષડયંત્ર રચી મની લોન્‍ડરીંગ નો પણ આરોપ

પિટસબર્ગઃ યુ.એસ.માં ઇન્‍ડિયન અમેરીકન બિઝનેસમેન ૩૬ વર્ષીય  જીતેન્‍દ્ર હરીશ બેલાણી ઉપર પ્રતિબંધિત દવાઓ ઘુસાડવાનો તથા મની લોન્‍ડ્રીંગ કરવાનુ ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો છે.

પિટસબર્ગ પેન્‍સિલવેનિયા જયુરી સમક્ષ મુકાયેલા આરોપ મુજબ તેણે ર૦૧પ થી ર૦૧૭ ની સાલ દરમ્‍યાન પ્રતિબંધિત દવાઓ ઘુસાડવાનું ષડયંત્ર રચ્‍યુ હતુ. તેમજ મની લોન્‍ડ્રીંગ કર્યાનો તેના ઉપર આરોપ મુકાયો છે.  તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:37 pm IST)