Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા દેવિન્દર સેહરાવતને ધારાસભ્ય તરીકે સ્પીકરએ ગેરલાયક ગણાવ્યા : સ્પીકરના નિર્ણય વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા સેહરાવતની અરજી અમાન્ય

ન્યુદિલ્હી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દેવિન્દર સેહરાવત ભાજપમાં જોડાઈ જતા ધારાસભાના સ્પીકરએ તેમને ગેરલાયક ગણાવ્યા હતા.પરિણામે સ્પીકરના નિર્ણય વિરૂધ્ધ  તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાદ માંગી હતી.જેમાં જણાવાયા મુજબ પાર્ટીમાં તેઓની સતત અવગણના કરાતી હતી તથા પાર્ટી આયોજિત મીટીંગોમાં પણ તેઓને આમંત્રિત કરાતા નહોતા તેથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.પરંતુ સ્પીકરએ તેમને ધારાસભ્ય તરીકે  ગેરલાયક ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટએ તેમની અરજી અમાન્ય ગણાવતા જણાવ્યું હતું કે તેઓ સ્પીકર સાથે કાયદાકીય બાબતે ચર્ચા કરે. તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)