Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

હવે મ્યુચ્યુઅલ ફંડ અને શેર ગિરવે મુકવાના નિયમ કઠોર

સેબીએ કઠોર ધારાધોરણોને અમલી બનાવ્યા : શેર ધારકોને જુદા જુદા મતાધિકારની વ્યવસ્થાને બહાલી શેર ગિરવે મુકવાને લઇને નવા નિયમો તેમજ નિર્દેશ જારી

મુંબઈ, તા. ૨૮ : માર્કેટ રેગ્યુલેટર સેબીએ મહત્વપૂર્ણ બેઠક બાદ કેટલાક સુધારાના સંકેત આપી દીધા છે. સેબીના ચેરમેન અજય ત્યાગીએ કહ્યું છે કે, તમામ મોરચા ઉપર સુધારાની જરૂર દેખાઈ રહી છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ અને શેર ગિરવે મુકવા સાથે સંબંધિત નિયમોને વધુ કઠોર બનાવી દીધા છે. માર્કેટ રેગ્યુલેટરે ક્રેડિટ રેટિંગ ફર્મ, પ્રમોટર દ્વારા શેર ગિરવે મુકવા, લિક્વિડીટી ફંડ અને રોયલ્ટી પેમેન્ટમાં મહત્વપૂર્ણ સુધારા કરવાની દિશામાં પહેલ કરી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પ્રમોટર દ્વારા શેરને ગિરવે મુકવાના ડિસ્ક્લોઝર નિયમોને કઠોર કરી દીધા છે. કંપનીઓ ઉપર રોયલ્ટી પેમેન્ટ નિયમો લાગૂ કરી દીધા છે અને લિક્વિટીડી મ્યુચ્યુઅલ ફંડમાં સેક્ટરલ કેપમાં ઘટાડો કરી દીધો છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડને કંપનીઓની સાથે યથાસ્થિતિમાં જાળવી રાખવાના નિયમ રાખવાથી પ્રતિબંધ મુકી દીધો છે. બોર્ડે ભારતીય શેરબજારમાં યાદી હોવાની સ્થિતિમાં ટેક સ્ટાર્ટઅપ માટે ડિફેન્સિયલ વોટિંગ રાઇટની સાથે શેર જારી કરવાને લઇને ફ્રેમવર્કને મંજુરી આપી દીધી છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડના પ્રવાહી મૂડીરોકાણ યોજનાઓના નાણાંને ઘટાડી દેવા ઓછામાં ૨૦ ટકા હિસ્સાને ગિલ્ટમાં લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેટલીક ક્રેડિટ રેટિંગ એજન્સીઓની સામે ન્યાયિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. મ્યુચ્યુઅલ ફંડને કંપનીઓની સાથે યથાસ્થિતિ જાળવી રાખવાવાળા કરાર કરવાથી રોકવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત શેર ગિરવે મુકવાને લઇને નવા નિયમો અને નિર્દેશો જારી કરી દીધા છે. શેર ધારકોને અલગ અલગ મતાધિકારની વ્યવસ્થાને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. સેબી દ્વારા લેવામાં આવેલા કઠોર નિર્ણયના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે વધુ કઠોર નિર્ણય રહેશે.

(9:02 am IST)