Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

૩ વર્ષની દત્તક પુત્રીની હત્યાઃ અમેરીકામાં ભારતીય-અમેરીકી સાવકા પિતાને આજીવન કેદ

ડલલાસ : આંતરરાષ્ટ્રીય માધ્યમોનું ધ્યાન આકર્ષિત કરનાર ત્રણ વર્ષની ભારતીય બાળકીની ૨૦૧૭માં હત્યા કરવા બદલ ભારતીય અમેરિકન વેસ્લી મેથ્યુસને ડલ્લાસમાં એક જજે આજીવન કેદની સજા ફટકારી હતી.શેરીનના મોતમાં ૩૦ વર્ષના મેથ્યુસએ સોમવારે ગુનાની કબુલાત કરી હતી. ટેકસાસ રાજયમાં સત્ત્।ાવાળાઓ દ્વારા મૂળભૂત રીતે તો તેની પર કેપિટલ મર્ડરનો આરોપ મૂકાયો હતો. મેથ્યુસ કોર્ટમાં માથું નમાવીને ઊભો હતો અને જજ એમ્બર ગિવન્સ ડેવિસે તેને સજા સંભળાવી ત્યારે તેણે જયુરી તરફ નજર પણ કરી નહતી.

આ કેસની જાણ ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને થતાં તેમણે ભારતીય દૂતાવાસને અંગત રસ લઇ આરોપીને સજા મળે તે માટે કેસ પર નદર રાખવા સુચના આપી હતી અને ભારતમાં દત્ત્।ક લેવા માટેના નિયમો વધુ કડક બનાવેલા.

શેરીનના મોત બદલ આજીવન કેદની સજાનો સર્વાનુમતનો ચૂકાદો સંભળાવતા પહેલાં ૧૨ સભ્યોની જયુરીએ આશરે ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી.તેને પેરોલ માટે ૩૦ વર્ષની રાહ જોવી પડશે. ફરીયાદ પક્ષે કહ્યું હતું કે મૂળ ભારતના કેરળના રહેવાસી મેથ્યુસે ઓકટોબર ૨૦૧૭માં શેરીનની હત્યા કરી હતી. ૨૦૧૬માં બિહારના એક અનાથાશ્રમમાંથી મેથ્યુસ અને તેની પત્ની સિનીએ શેરીનને દત્ત્।ક લીધી હતી.મેથ્યુએ એવો દાવો કર્યો હતો કે શેરીન આકસ્મીક રીતે ગુજરી ગઇ હતી. શરૂઆતમાં તેણે પોલીસને કહ્યું હતું કે શેરીને દુધ પીવા ઇનકાર કરતાં મેં તેને રિચાર્ડસન ખાતેના મારા ઘરે ૭ ઓકટોબર ૨૦૧૭ના તેને બહાર કાઢી મૂકી હતી. પરંતુ જયારે પંદર મિનિટ પછી તે બહાર જોવા ગયો તો શેરીન મળી નહતી. પંદર દિવસ પછી પરિવારના ઘર પાસે થીજ તેની ફુલી ગયેલા લાશ મળી હતી. પોલીસ સમક્ષ એણે સ્વીકાર કર્યો હતો કે શેરીને દુધ પીવાનો ઇનકાર કરતાં મે તેને મારી હતી પરિણામે તે ગુજરી ગઇ હતી.

(1:21 pm IST)