Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પંજાબ કેસરી મહારાજા રણજીતસિંહની પ્રતિમાનું પાકિસ્તાનના લાહોરમાં અનાવરણ : શીખ સમ્રાટની 180 મી પુણ્યતિથિ નિમિત્તે લાહોર કિલ્લા ઉપર 8 ફુટ લાંબી,તથા 250 કિલો વજનની પ્રતિમા મુકાવાથી શીખ સમૂહ ભાવવિભોર

ઇસ્લામાબાદ : શીખ સમ્રાટ ,પંજાબ કેસરી ,મહારાજા રણજીતસિંહની 180 મી પુણ્યતિથિ નિમિત્તે પાકિસ્તાનના લાહોરમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. 8 ફુટ લાંબી તથા 250 થી 330 કિલો જેટલું વજન ધરાવતી આ પ્રતિમાના અનાવરણ પ્રસંગે પાકિસ્તાનના સીનીઅર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

પ્રતિમાના નિર્માણ માટે 85 ટકા કાંસુ ,5 ટકા ટીન ,5 ટકા લેડ ,અને 5 ટકા ઝિંકનો વપરાશ કરાયો છે. જે શીખ હેરિટેજ ફાઉન્ડેશન બ્રિટનના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. મહારાજા રણજીતસિંહએ 19 મી સદીની શરૂઆતમાં 4 દાયકા સુધી રાજ કર્યું હતું

(8:53 am IST)