Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

આખરે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને સૈફુદ્દીન સોજ સામે ગુનાહિત કેસ દાખલ કરાયો

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સામે ગુનાહિત ફરિયાદ નોંધવામાં આવી છે. ભારતીય સેના સામે વાંધાજનક ટીપ્પણીઓ કરનાર રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સામે ગુનાહિત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ફરિયાદ દિલ્લીના પટિયાલા હાઉસ કોર્ટમાં ફાઈલ કરાવવામાં આવી છે. ઉપરાંત ફરિયાદમાં સૈફુદ્દીન સોજનું નામ પણ શામેલ છે.

(12:05 am IST)
  • ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે પીસી મહાલનોબિસ જયંતીની 125મી વર્ષગાઠ અને સ્ટેટિસ્ટિક્સ ડેએ તેમના સન્માનના ભાગરૂપે રૂપિયા 125નો સિક્કો જાહેર કરશે. આ ઉપરાંત આજે રૂપિયા પાંચના પણ નવા સિક્કા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. access_time 1:39 pm IST

  • તાલાલા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખે રાજીનામુ ફગાવ્યું :કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ગીતાબેન કામળિયાનું રાજીનામું:પ્રજાલક્ષી કર્યો થતાંના હોવાનું કારણ આપીને રાજીનામુ ધરી દીધું :દસ દિવસ પૂર્વે જ થઈ હતી વરણી:કોંગ્રેસના આંતરિક અસંતોષના પગલે ભાજપ સત્તા આંચકી લે તો નવાઈ નહીં access_time 10:39 pm IST

  • જમીન ધસી પડતા મનાલી-લેહ હાઇવે બંધઃ અનેક સહેલાણીઓ ફસાયા access_time 4:00 pm IST