Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પુલવમામાં ત્રણ આતંકીઓ ઠાર ;છતરપોર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન :ઇન્ટરનેટ સેવા બંધ

 

શ્રીનગર :જમ્મુ - કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર પુલવામાં છતરપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. બાતમીના આધારે સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. જેમાં આતંકી તરફથી ગોળી બાર થતા જવાબમાં જવાનોએ ગોળીબાર કર્યો હતો.

(11:15 pm IST)